અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દી ના સગા ઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થા કરવામા આવી છે જે કેમ્પની ઘાયલોડિયાના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી.
ગાઘીનગર ના સાંસદ અને દેશના ગૃહ પ્રઘાન માનનીય અમીતભાઇ શાહની પ્રેરણાથી તથા ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન થી અને દિનેશભાઇ દેસાઈ પૂર્વ કોર્પોરેટર ગોતા વોર્ડ ના સહયોગ થી સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દીના સગાઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થા કરવામા આવી હતી.
આ કાર્ય માં ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ, ઝોન મહામંત્રી કૌશિકભાઈ જૈન, બોડકદેવ વોર્ડ કાઉન્સીલર શ્રી કાંતિભાઈ પટેલ,શ્રી દેવાંગ દાણી, શ્રી દીપ્તિબેન અમરકોટિયા,શ્રી વાસંતીબેન પટેલ, બોડકદેવ વોર્ડ મહામંત્રી શ્રી હાર્દિકસિંહ,ગોતા વોર્ડ કોર્પોરેટર શ્રી પારુલબેન પટેલ, બોડકદેવ વોર્ડ ઉપપ્રમુખ શ્રી લલિતભાઈ,ઉપપ્રમુખ સુહાગીનીબેન, પૂર્વ મહામંત્રી શ્રી જીતુભાઇ, નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ યુવા શાખા મંત્રી રવિશ રામચંદાની, સિનિયર કાર્યકર હિમાંશુભાઈ શાહ, તુષારભાઈ પટવા, બોબીભાઈ, નવનિતભાઈ, સંગીતાબેન ભાવસાર, પૂનમબેન ગોહિલ વગેરે કાર્યકરોએ સેવા-યજ્ઞ ની મુલાકાત લીઘી.