*વકીલોએ કર્યો CAA અને NRC નો વિરોધ ઉગ્ર આંદોલનની આપી ચીમકી*

અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વકીલોએ રેલીમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે બંધારણમાં લખ્યું છે કે ધર્મ સબંધિત કોઈ કાયદો ન બનવો જોઈએ. વકીલો દ્વારા વિરોધની સાથે એડવોકેટ એક્ટને લઇ કાયદો બનાવવાની માંગ કરી છે. વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં આ કાયદાના વિરોધમાં ગુજરાતના તમામ વકીલ રસ્તા પર વિરોધ કરશે