ગુજરાતના આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિની કરવામાં આવી બદલી. તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા.
ગુજરાતના આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતિ રવિને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા છે. જયંતિ રવિને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જયંતિ રવિ મૂળ ચેન્નાઇ, તમિલનાડુના છે. 17 ઓગસ્ટ,1967માં જન્મેલા જયંતિ રવિ 1991ની બેચના આઇએએસ અધિકારી છે. 1991 બેંચના સીનિયર IAS અધિકારી અને ગુજરાતના મુખ્ય આરોગ્ય સચિવ જયંતિ રવિ કોરોના વિરૂદ્ધ ગુજરાતની લડાઇનો ચહેરો રહ્યા છે