*અમદાવાદમાં IIM માં અભ્યાસ કરતી યુવતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત.*

અમદાવાદમાં IIM PGPના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ હોસ્ટેલ રૂમમાં અગમ્ય કારણોસર આપધાત કર્યો હતો. જો કે, આ અંગે પોલીસને જાણ કરતા સેટેલાઇટ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, દેશની પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂની (IIM) 25 વર્ષીય વિદ્યાર્થીની દ્રષ્ટી કાન્હાનીએ સાંજે 4 વાગ્યાની આસપાસ આપઘાત કર્યો હતો. જો કે, દ્રષ્ટી હોસ્ટેલ રૂમમાં એકલી હતી તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હોવાથી દ્રષ્ટી હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરતી હતી. દ્રષ્ટી મૂળ બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી હતી.

પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીનો મોબાઇલ કબ્જે લીધો છે જેના પરથી આત્મહત્યાની ગુત્થી ઉકેલવામાં મદદ મળી શકે છે. શાના કારણે તેણે આપઘાતનું પગલું ભર્યુ તે તપાસનો વિષય બન્યો છે.