*નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ સસ્પેન્ડ*

અમદાવાદ કોર્પોરેશને નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ અચોકક્સ મુદ્દત સુધી રદ કર્યું છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે લાયસન્સ રદ કર્યુ. અને કોર્પોરેશને કંપનીને ત્રણ દિવસમાં કારણ જણાવવા આદેશ કર્યો છે. વેપાર કરવા માટે ધારાધોરણો પાળવાની શરતે સોલિટ વેસ્ટ વિભાગ કંપનીને અખાદ્ય લાઇસન્સ આપે છે. પરંતુ જે રીતે 8 ફેબ્રુઆરીએ નંદન ડેનિમમાં ભીષણ આગની ઘટના બની તેમાં સાત લોકોના મોત થયાં. કંપનીએ સુરક્ષાને લઈ કોઈ કાયદાના પાલન ન કર્યું હોવાનું સામે આવ્યું.