તારી યાદોના સ્વપ્નમાં મારી રાત ચઢે છે,
નથી આવતી ઊંઘ પણ મને બહુ ગમે છે,
જ્યારે,તું વાત વાતમાં મને યાદ કરે છે..
મારી એકલતાનાં અહેસાસની કમી તું,
જેવી છે પણ એવી મને બહુ ગમી તું,
જાણું છું મને સમય સાથ નહિ આપે,
દરેક ભણકારે તારા નામનો સાદ કરે છે,
જ્યારે,તું વાત વાતમાં મને યાદ કરે છે..
ભલે,ટાઇમપાસ માટે મારી જરૂર હોય,
આમાં પણ એકવાર મને યાદ કર્યો હોય,
હું તો ઈચ્છુ આ રીતે સદાય ચાલ્યાં કરે,
જિંદગી આ રીત જ મને શીખવે છે,
જ્યારે,તું વાત વાતમાં મને યાદ કરે છે…
હેલીક…