અમરેલી જિલ્લામાં ધાબા પર ભાજપનો ઝંડો લગાવવા જતા નીચે પટકાતા ભાજપના નેતાનું મોત

અમરેલી જિલ્લાના બગસરાના મુંજીયાસર ગામે ધાબા પર ભાજપનો ઝંડો લગાવવા જતા નીચે પટકાતા ભાજપના. નેતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ભાજપના કાર્યકર અને પેજ પ્રમુખ કાળુભાઇ રાદડિયાનું નિધન થયું છે. તેઓ અકસ્માતે નીચે પટકાતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહીં તેમણે દમ તોડ્યો હતો.