*જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એસપી પ્રેમસુખ ડેલુંએ કર્યું શસ્ત્ર પૂજન.*

*જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એસપી પ્રેમસુખ ડેલુંએ કર્યું શસ્ત્ર પૂજન.*

જામનગર, સંજીવ રાજપૂત: વિજયા દશમી એટલે અસત્યનો સત્ય પર વિજય. રાવણ દહન સાથે સાથે દેશભરમાં શસ્ત્રોનું પણ પૂજન કરવામાં આવે છે.

જામનગરના પોલીસ હેડ કવાર્ટર ખાતે વિજયાદશમીના શુભ પર્વ નિમિત્તે જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના વરદ હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતું.. પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રોને ગોઠવીને પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની હાજરીમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી.

શસ્ત્રપૂજનના કાર્યક્રમની સાથે સાથે તેઓએ અશ્વની પણ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.