મેરે પાસ મોદી હૈ છતાં, ભાજપ માટે દિલ્હી દૂર કેમ રહી ગયું?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાના ચૂંટણીમાં પરિણામનો દિવસ. અત્યાર સુધીમાં જે પરિણામો સામે આવી રહ્યા એ જોતાં સ્પષ્ટ થાય છે કે, દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સત્તા પર આવી રહી છે. 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને બે તૃતિયાંશથી પણ વધુ બેઠકો મળવાનું અનુમાન છે. ગયા ઈલેક્શન કરતા સારુ પ્રદર્શન છતાં ભાજપ માટે દિલ્હી અભી દુર હૈદિલ્હીની જનતાએ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખ્યા પછી ભાજપને વિકલ્પ તરીકે નથી અપનાવી. બીજી રીતે જોઈએ તો દિલ્હીની ચૂંટણીમાં ભાજપે દરેક પોસ્ટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ કર્યો, પણ અહીં મોદીનો ચહેરો પણ કામ લાગ્યો નહીં. દિલ્હીની ચૂંટણીમાં ભાજપની હાર પાછળ કયા કારણો જવાબદાર રહ્યા?