ગરૂડેશ્વર તાલુકાના વાઘડીયા ગામમાં આવેલ ગોડાઉનમાંથી રૂ.1 લાખની કિંમતના 700 મીટર કેબલની ચોરી.
બંધ ગોડાઉન માંથી ચોર ઇસમે પીપળાના ઝાડ ઉપર ચઢી ગોડાઉનું ઉપરનું પતરૂ ઊંચું કરી ગોડાઉના પિલર વડે ગોડાઉનમાં નીચે ઉતરી રોલ માંથી કેબલ કાઢી કટકા કરી કેબલો ચોર્યા.
કેબલ ચોરી નો પરાક્રમ.
રાજપીપળા,તા.23
ગરૂડેશ્વર તાલુકાના વાઘડીયા ગામમાં આવેલ ગોડાઉનમાંથી રૂ.1 લાખની કિંમતના 700 મીટર કેબલની ચોરી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં બંધ ગોડાઉન માંથી ચોર ઇસમે પીપળાના ઝાડ ઉપર ચઢી ગોડાઉનું ઉપરનું પતરૂ ઊંચું કરી ગોડાઉના પિલર વડે ગોડાઉનમાં નીચે ઉતરી રોલ માંથી કેબલ કાઢી,કટકા કરી કેબલોની ચોરી થતાં પોલીસે છ ઈસમો સામે ફરિયાદ થતાં કાર્યવાહી હાથ ધરી છે .
જેમાં કેવડીયા પોલીસ મથકમાં ફરિયાદી જયેશભાઇ જશવંતભાઈ ચૌધરી (રહે,કસાલ તા. માંડવી જી.સુરત હાલ રહે કેટેગરી બ્લોક નં. 11/ 61 કેવડીયાકોલોની )આરોપી મુકેશભાઈ બાબુભાઈ તડવી, વિપુલભાઈ સુખરામભાઈ તડવી બંને (રહે,વાઘડીયા )રવિન્દ્રભાઈ મૂળજીભાઈ તડવી,ભાવેશભાઈ નગીનભાઈ તડવી બંને (રહે,થવડીયા ) નરેશભાઈ કાંતિભાઈ તડવી, કંચનભાઈ નારણભાઈ તડવી બંને (રહે, ઝરવાણી) હનુમાન ગોપાલસિંહ કુશવાહ (રહે, કલેરીયા ચોકડી નસવાડી )સામે ફરિયાદ કરી છે .
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી જયેશભાઈ ગોડાઉન ચેક કરવા અંગેની દરખાસ્ત કરેલ હોવાથી સર્વે માટે ગોડાઉનના ની મુલાકાત લીધી હતી.તેમને ખબર પડી કે બંધ ગોડાઉનમાંથી કોઈ ચોરી સમય ગોડાઉન પાછળ આવેલ પીપળાના ઝાડ ઉપર ચડી ગોડાઉનનું ઉપરનું પતru ઊંચું કરી ગોડાઉનના પિલર ગોડાઉનમાં નીચે ઉતરી રોલમાંથી કેબલ કાઢી કટકા કરી અંદાજિત 700 રૂ.100000/- ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી નાસી જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા