સાગબારા તાલુકાના પ્રાથમિક શાળા નવાગામ (જાવલી)ના ઓફિસના તાળા તૂટ્યા. બે ટેબ્લેટ તથા પ્રિન્ટરની ચોરીની ફરિયાદ.

સાગબારા તાલુકાના પ્રાથમિક શાળા નવાગામ (જાવલી)ના ઓફિસના તાળા તૂટ્યા. બે ટેબ્લેટ તથા પ્રિન્ટરની ચોરીની ફરિયાદ.
રાજપીપળા,તા.23
સાગબારા તાલુકાના પ્રાથમિક શાળા નવાગામ (જાવલી)ના ઓફિસના તાળા તોડી તસ્કરોએ બે ટેબ્લેટ તથા પ્રિન્ટરની ચોરી કરી નાસી જતાં ચોરીની પોલીસ ફરિયાદ સાગબારા પોલીસ મથકે નોંધાઇ છે.જેમાં ફરિયાદી રેવલીયાભાઇ નસરુભાઇ પાડવી (રહે,ચોકીઆમલી સ્કૂલ ફળિયા,કુકરમુંડા જી.તાપી)એ આરોપી કોઈ અજાણ્યા ચોરી સામે કરી છે.
ફરિયાદની વિગત મુજબ કોઇ અજાણ્યો છોડી તમે પ્રાથમિક શાળા નવાગામ (જાવલી)ના ઓફિસ રૂમમાં છત પર પતરાના હુક ખોલી ઓફિસર રૂમમાં પ્રવેશ કરી તાળા તોડયા હતા. અને શાળાના શિક્ષણ કાર્ય માટે ભારત સરકારના પ્રોજેક્ટ હેઠળ શિક્ષણ કાર્ય માટે ફાળવેલ લેનોવા કંપનીનું ટેબલેટ જેની કિં. રૂ.1000/- તથા બીજું એક ચિત્ર પ્રદર્શન કરતું ટેબલેટ કિ. રૂ. 1200/- તથા પ્રિન્ટર કિં. રૂ.12500/- મળી આશરેકિં. રૂ.14700 /- ના મતાની ચોરી કરી નાસી જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા