અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક, મહાનિદેશક ક્રિશ્નાસ્વામી નટરાજન PVSM, PTM, TM 16 અને 17 ડિસેમ્બર 2021ના રોજ પોરબંદર અને ગાંધીનગરની મુલાકાત લેશે. આ વર્ષે 31 ડિસેમ્બરે તટરક્ષક દળ સેવામાંથી નિવૃત્ત થઇ રહેલા મહાનિદેશક ભારતીય તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં બે દિવસ માટે ફેરવેલ મુલાકાતે આવશે. પોરબંદર ખાતે CG એર એન્કલેવ ખાતે તેમને 51 મેન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.આ ફ્લેગ ઓફિસર 18 જાન્યુઆરી 1984ના રોજ ભારતીય તટરક્ષક દળમાં જોડાયા હતા અને તેઓ વેલિંગ્ટન ખાતે આવેલી સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ તેમજ વર્જિનિયાના યોર્કટાઉન ખાતે US તટરક્ષક દળ તાલીમ કેન્દ્રના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. રાષ્ટ્રપતિના તટરક્ષક મેડલ (PTM) અને તટરક્ષક મેડલ (TM)થી સન્માનિત, તેઓ તટરક્ષક દળના પ્રથમ એવા અધિકારી છે જેમને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.ICGના DG આ મુલાકાત દરમિયાન સેવાના અધિકારીઓ, કર્મીઓ, નાગરિકો અને તેમના પરિવારજનો સાથે સંવાદ કરશે. તેમની સાથે તટરક્ષિકાના પ્રમુખ શ્રીમતી જયંતી નટરાજન પણ જોડાશે.
Related Posts
જામનગર શહેરના બંને યુવા ધારાસભ્યો દ્વારા આજે જનજાગૃતિના જાહેર કાર્યક્રમ યોજાશે. જીએનએ જામનગર: જામનગર શહેરના બંને યુવા ધારાસભ્યો દ્વારા…
*યુપી સરકાર હાઈકોર્ટના નિર્ણયથી નારાજ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારશે*
લખનૌમાં સીએએના વિરોધમાં હિંસા ફેલાવનારા આરોપીઓના પોસ્ટરો દૂર કાઢવાનો હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ પણ યુપી સરકાર પીછેહઠના મૂડમાં નથી. અલાહાબાદ…
જામનગર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા મોદક ખાવાની સ્પર્ધા યોજાઈ. 12 લાડુ ખાઈ રમેશભાઈ વિજેતા થયા. જીએનએ જામનગર: ગણેશ ચતુર્થી એટલે…