આમ આદમી પાર્ટીની ભવ્ય ઓપનિંગ બાદ 25મીએ કેજરીવાલ સુરત આવશે, રોડ-શોનું પણ કરાશે આયોજન

આમ આદમી પાર્ટીની ભવ્ય ઓપનિંગ બાદ 25મીએ કેજરીવાલ સુરત આવશે, રોડ-શોનું પણ કરાશે આયોજન

ગુજરાતમાં મણનગરપાલિકાની ચૂંટણીમાં સૌપ્રથમ વખત પોતાની દાવેદારી નોંધાવતી આમ આદમી પાર્ટીની સુરતમાં ઓપનિંગ બાદ આગામી 25મી ફેબ્રુઆરીના દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવશે. સુરત મનપાની ચૂંટણીમાં ભાજપ બાદ બીજા સ્થાન પર સૌથી વધુ 27 બેઠક મેળવી આમ આદમી પાર્ટીએ ભવ્ય શરૂઆત કરી છે. સાથે જ CM કેજરીવાલનો સુરતમાં રોડ-શો પણ યોજાશે.