જામનગર જિલ્લાના પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત કરવા મુખ્યમંત્રીશ્રી સાથે વ્યવસ્થાઓ સુનિશ્વિત કરતા સાંસદશ્રી પૂનમબેન માડમ

જામનગર જિલ્લાના પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત કરવા મુખ્યમંત્રીશ્રી સાથે વ્યવસ્થાઓ સુનિશ્વિત કરતા સાંસદશ્રી પૂનમબેન માડમ
જામનગર તા. ૧૩ સપ્ટેમ્બર, જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે નિર્મિત થયેલ જળ સંકટમાં અસરગ્રસ્ત જામનગર તાલુકાના અને કાલાવડ તાલુકાના ગામોમાં પૂરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાવી સુરક્ષિત કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તેમજ જામનગર કલેક્ટરશ્રી ડો. સૌરભ પારધી સાથે વાત કરી સાંસદશ્રી પૂનમબેન માડમે વ્યવસ્થાઓ સુનિશ્વિત કરી હતી.
હાલ જામનગરના વિવિધ વિસ્તારોમાં બચાવ ટૂકડીઓ અને હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ હજુ પણ અનેક ડેમમાં ઉપરવાસથી પાણીની આવક ચાલુ હોઇ તંત્ર દ્વારા નીચાણવાળા, નદીકાંઠાના અને ડેમ સાઇટના હેઠવાસમાં આવતા ગ્રામ વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરાઇ રહી છે જે અંગે સાંસદશ્રી સતત તંત્ર સાથે સંપર્કમાં રહી લોકબચાવમાં સહાયરૂપ બની રહ્યા છે.