દેડીયાપાડા નવીનગરી નો પરપ્રાંતિય બોગસ ડોક્ટર ઝડપાયો.

દેડીયાપાડા નવીનગરી નો પરપ્રાંતિય બોગસ ડોક્ટર ઝડપાયો.
પોતે ડોક્ટર ન હોવા છતાં એલોપેથિક દવાઓ વડે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ ઇન્જેક્શનો ગેરકાયદેસર રીતે રાખતા જડપાયા.
ગામડાના અભણ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી બોગસ તબીબો સામે કાર્યવાહી.
મેડિકલ સામગ્રી દવાઓનો મુદ્દામાલ ઝડપાયો.
રાજપીપલા,તા.23
દેડીયાપાડા નવી નગરી નો પરપ્રાંતિય બોગસ તબીબ ઝડપાયો છે.જેમાં પોતે ડોક્ટર ન હોવા છતાં એલોપેથિક દવાઓ બળે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ , ઇન્જેકશનનો ગેરકાયદેસર રીતે રાખતા ઝડપાઈ ગયા હતા.અને ગામડાના અભણ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબ સામે ફરિયાદ થતાં દેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ફરિયાદ ડો. જીનલકુમાર મનુભાઈ પટેલ (રહે , 26 કે.કે.પાર્ક સોસાયટી શાસ્ત્રીનગર રોડ બારડોલી સુરત હાલ રહે બંગલા ફળીયા, દેડીયાપાડા )એ આરોપી સીમુલ કાશીકાન્ત બીશ્વાસ( મૂળ રહે,પાકુરગાચી તા.ભીમપુરા જી. નદીયા પશ્ચિમ બંગાળ અગાઉ રહે, પીર્બપાડા નીધિરપોતા જી. ભૈરવચન્દાપેરા,વેસ્ટ બેંગાલ હાલરહે, દેડીયાપાડા ,નવીનગરી દશામાતાના મંદિર નજીક) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી સીમૂલ પોતે ડોક્ટર નથી જાણતો હોવા છતાં એલોપેથિક દવાઓ વડે તબીબે પ્રેક્ટિસ કરી.એલોપેથી ટેબલેટ, સીરપની બોટલો તથા પાઇપ ચડાવવાના બોટલ,સિરીંજ( નીડલો)બેડની સુવિધા દવાઓ ઇન્જેકશનનો ગેરકાયદેસર રીતે રાખી જાહેરમાં દવાખાનું ખોલી પોતે નિષ્ણાત ન હોવા છતાં દાક્તરી સેવાના સાધનો વડે સારવાર કરી પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર રીતે પોતે ડોક્ટર છે.તેવું ગામડાના અભણ દર્દીને સમજાવી જાહેરમાં દવાખાનું ખોલી દર્દીઓને સારવાર કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી લોકોનું ગુજરાત સરકાર માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલ પ્રેક્ટિસ કરી મેડિકલ સામગ્રી દવાઓ રૂપિયા 188507/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈએ ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા