*રત્ન કલાકારો નાયબ મુખ્યમંત્રીના જવાબથી થયા નારાજ, કહ્યું, સરકાર એકબીજાને આપી રહી છે ખો*

રાજ્યના રત્નકલાકારો આજે ગાંધીનગર પહોચ્યા. રત્નકલાકારોની માગ છે કે તેમને અલગથી આવાસ ફાળવવામાં આવે અને તેમના બાળકોના અભ્યાસ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આ મામલે નાયબ મુખ્યમંત્રીએ એવું આશ્વાસન આપ્યું કે આ બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોરશે. જોકે રત્ન કલાકારો હવે ધારાસભ્ય સાથે ફરી રજુઆત કરવા માટે આવશે અને મુખ્યમંત્રીને તેઓ તેમની વિવિધ માંગણીઓની રજૂઆત કરશે.