અખિલ ભારતીય પરિવાર પાર્ટી 2024 ની 543 બેઠક પર ચૂંટણી લડશે. અમદાવાદ ખાતે અખિલ ભારતીય પરિવાર પાર્ટી દ્વારા પ્રથમવાર પ્રેસ કોંફરન્સનું કરાયું આયોજન.

અમદાવાદ: અમદાવાદ સર્કિટ હૉઉસ ખાતે 2024માં તમામ 543 બેઠક પર ચૂંટણી લડવાના અને જીતવાના લક્ષ્ય સાથે અંદાજીત 7 થી 8 લાખ કાર્યકર્તાઓ ધરાવતી અને ભવિષ્યમાં કરોડો કાર્યકર્તાઓની ફોજ સાથે મેદાનમાં ઉતરવાની ખેવના સાથે અખિલ ભારતીય પરિવાર પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હીથી રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવસિંહ કુશવાહા ભારતીય તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હરપ્રિતસિંહ સૈની ભારતીય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનમાં પાર્ટી દ્વારા મુખ્ય મુદ્દા રોજગાર, મોંઘવારી, વધુ આવક, શિક્ષા, સુરક્ષા અને સારું જીવનને પ્રાધાન્ય આપી પ્રજા વચ્ચે જઇ ચુનંદા લોકોને આવરી લેતા દેશ સાથે સાથે ગુજરાતમાં પણ આ પાર્ટીને વધુ મજબૂત બનાવી મેદાનમાં ઉતરવાનું જણાવવામાં આવ્યું હતું. ગરીબો જે અન્યાય થાય છે જે રીતે નેતાઓથી લઈ નાનામાં નાના કર્મચારી અને લઈ ઉપર મોટા અધિકારીઓ સુધી ભ્રષ્ટાચાર ફેલાયો છે તેને રોકવા હેતુ ઉપરાંત સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવી પરંતુ તેનો લાભ હજુ સુધી મળેલ નથી તે અંગે તેમજ યુવાઓને રોજગાર માટે સરકારી નોકરીઓ જે ચૂંટણીના સમયે જ જાહેરાતો બહાર પડાય છે અને જાહેરાતો પડે પીબ પરીક્ષાઓ નથી યોજાતી પરીક્ષા યોજાય તો પરિણામ ના આવે જેવા આક્ષેપો સરકાર પર પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવસિંહ કુશવાહા ભારતીયના જણાવ્યા મુજબ અમારી પાર્ટી જનસાધરણ નો અવાજ છે અને 2024માં સમગ્ર ભારતમાં ચૂંટણી લડવાની ઈચ્છા સાથે દેશના સામાન્ય નાગરિકની મોટી સૈના તૈયાર થઈ રહી છે અને અમારી પાર્ટીના મોડલમાં ભ્રષ્ટાચાર નું કોઈ સ્થાન નહીં રહે આ ઉપરાંત ખેડૂતો માટે એક આયોગનું ગઠન કરવામાં આવશે તેમજ તમામ સમસ્યાઓનું સમાધાન મૂળરૂપથી કરવામાં આવશે જેથી માત્ર ગુજરાત જ નહીં આખા દેશને વિશ્વમાં આદર્શ મોડલ બનાવીને રજૂ કરીશું.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હરેશ રાવલ ભારતીય તેમજ પ્રદેશ પ્રભારી નિતેશ ગંગારામાણી ભારતીય દ્વારા ગુજરાતમાં આગામી સમયમાં પાર્ટીને કઈ રીતે વધુ મજબૂત બનાવવામાં આવશે અને પાર્ટી દ્વારા ક્યા કયા કાર્યોને અંજામ આપવામાં આવશે તેની રૂપરેખા આપવામાં આવી હતી અને ઉપસ્થિત સર્વે કાર્યકર્તાઓ અને પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.. આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના લોકસભા પ્રભારી રાજેશ બ્રહ્મભટ્ટ ભારતીય, પશ્ચિમના લોકસભા પ્રભારી ચંદ્રેશ પરમાર ભારતીય, બનાસકાંઠા લોકસભા પ્રભારી દોલાભાઈ ચાવડા, પાટણ લોકસભા પ્રભારી ભાગ્યેશ પ્રજાપતિ ભારતીય અને પ્રદેશ કાર્યકારીણી સદસ્ય મનોહર સંધુ ભારતીય કાર્યકર્તાઓ, પાર્ટીના પદાધિકારીઓ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.