ભાજપ મુક્ત ભારત: દેશના રાજકીય નકશામાંથી ભાજપના ભગવાનું વ્હાઈટવૉશ

દિલ્હીની સાથે ભાજપના નેતૃત્વવાળું રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) વિતેલા બે વર્ષમાં 6 રાજ્યોમાં સત્તા ખોઈ બેઠું છે. ગત વખતે દિલ્હીમાં ફક્ત 3 સીટ જીતેલી ભાજપને આ વખતે સારા પ્રદર્શનની આશા હતી, પણ લાગે છે તેના પર પાણી ફરી વળ્યું છે.દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી 48 સીટ જીતવાના આશાવાદ સાથે સત્તામાં ફરી એક વાર વાપસી કરવાનું છેલ્લી ક્ષણ સુધી ભૂલ્યા નથી. પણ હવે દિલ્હીમાં ભાજપની સત્તાની આશા અને ઉમ્મીદ પર પાણી ફરી વળ્યું છે. ભાજપ માટે દેશનો રાજકીય નકશો હવે બદલાતો દેખાઈ છે. દિલ્હી સહિત 12 રાજ્યોમાં હજૂ પણ ભાજપ વિરોધી સરકાર સત્તામાં બેઠી છે. એનડીએની 16 રાજ્યોમાં સરકાર છે, આ રાજ્યોમાં દેશની લગભગ 42 વસ્તી વસે છે.