મતદાન પરમો ધર્મ: ‘નૉટા’ બટન ક્લિક કરતાં નહીં.

મતદાન પરમો ધર્મ:

‘નૉટા’ બટન ક્લિક કરતાં નહીં.

વૈચારિક નપુંસક થતાં નહીં.
લોકશાહીનાં હિંસક થતાં નહીં.

ઓછો ખરાબ હોય તેને ચૂંટજો,
‘નોટા’ બટન ક્લીક કરતાં નહીં.

5 વર્ષે એક જ દિન હોય તમારો,
મતદાન કરજો,વીક થતાં નહીં.

અત્યારે તક છે શાસન પતિ ચૂંટવાની,
પછી ફરિયાદ કરવાની રીત કરતાં નહીં.

ભય,ભોજન,ભેટ માટે વોટ ના વેંચતા;
જ્ઞાતિ,ધર્મની જીદ કરતાં નહીં.

ખુલ્લેઆમ મતદાન કરજો,કરાવજો;
ઘરમાં સંતાઈ જાત ને ચીટ કરતાં નહીં.

છે મતદાન હક્ક અને ફરજ આપણી,
ધર્મપાલનમાં બેકફુટ કરતાં નહીં.

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ ‘વાઈન થી ડીવાઇન સુધી’ માં થી