*માતૃભાષા ગુજરાતી મારી દ્રષ્ટિએ- – ધર્મેશ કાળા*

માતૃભાષા એટલે માતા પાસે નાનપણથી શિખવવામાં આવેલ કે બોલતા શીખ્યા ઈ માતૃભાષા છે.

• આપણી માતૃભાષા ગુજરાતી છે ગુજરાતી ભાષાની વાત કરીએ તો 700 વષઁથી ગુજરાતી ભાષા બોલાય છે.

• સાળા પાંચ કરોડ થી વધુ લોકો ગુજરાતી બોલે છે.

• ભારતમાં સૌથી વધારે બોલાતી ભાષામાં 6 ક્રમે ગુજરાતી ભાષા છે.

• વિશ્વવ આખામાં સૌથી વધુ બોલાતી ભાષા માં 26 ક્રમે ગુજરાતી ભાષા છે.

• મજાની વાત એ છે કે જ્યાંથી ઈંગ્લીશ આવું એ ગ્રેડ બ્રિટન ના કેપિટલ લંડનમાં સૌથી વધારે બોલાતી અને પ્રચલિત ભાષા માં 4 ક્રમે ગુજરાતી ભાષા છે.

• આપણી ગુજરાતી પાસે 40000 (ચાલીસ હજાર) શબ્દો છે.

• મરાઠી ભાષા 48000 (અળત્તાલીશ હજાર ) શબ્દો છે.

• આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી 72000 (બો-ત્તેર હજાર) શબ્દો છે.

• આપણા સંસ્કૃત શબ્દો ની વાત કરીએ 150,000( દોઢ લાખ) થી વધારે શબ્દો છે.

• આપણી સૌથી જુની ભાષા પ્રાકૃત ભાષા (અઢી લાખ/ 3લાખ) શબ્દો છે.

• અંગ્રેજી પ્રેમીઓ ને કહીદવ અંગ્રેજી ભાષામાં કુલ મળીને શબ્દો 12000( બાર હજાર) શબ્દો છે

✴ એની સાબિતી આપું છું.

અંગ્રેજીમાં આપણે બોલીએ “આન્ટી”

હવે આન્ટી એટલે કોણ. સંબંધ શું છે ઈ આપણને ખબર ના પડે.

હવે આપણી ગુજરાતી ભાષા નો વૈભવ જોવ.- “માસી” ક્યો એટલે ખબર પડે “માં” ની બેન જ હોય. “ફંઈબા” ક્યો એટલે ખબર પડે ભાઈ ની “બેન” જ હોય.

આટલું ગુજરાતી ભાષામાં સ્પષ્ટીકરણ છે.

✴ કેટલાય શબ્દો નું અંગ્રેજી જ નથી.

દાખલા તરીકે- ઢીચણીયુ, ઘમરીયું, સામેબેલું,

મસોતુ, મામેરૂ, વેવાઈ ને વેવાણ, વેઢલા સાઢું, જોતર ડામચીયો.

એક જણાએ મને પૂછેલું ‘સાઢું’ એટલે શું મે કીધું સમ દુઃખીયો.

• “આધણા” ને અંગ્રેજીમાં “બ્લાઈન્ડ” કહેવાય- પણ “પ્રજ્ઞા ચંક્ષુ” નુ અંગ્રેજી ?

• “વિધવા” નું અંગ્રેજી “વિડો” કહેવાય પણ “ગંગાસ્વરૂપ” નુ અંગ્રેજી ?

“માં” ને ગંગા સ્વરૂપ કહેવાય તો પિતાજી ને ધોધ સ્વરૂપ નો કહેવાય.

• બંગળી ટુટવાનું અંગ્રેજી થશે બંગળી નંદવાણી નું અંગ્રેજી ?

• આપણે કોઈ સાથે માથાકૂટ થાય તો આપણને ગુજરાતી મા જે શબ્દ ભંડોળ મળે ઈ જે બટાજટી બોલે ઈ અંગ્રેજી ના બોલે.

❇ “પુરુષ નામ મા ભાઈ આવે, સ્ત્રીના નામ મા બેન.

માન આપીએ સૌને અમે, છે એવાં અમારા વેણ.

રવિ- રવી ના અને દિન- દીન ના અથઁ જુદા છે.

લાગણીશીલ ભાષા છે, અમારે દરેક શબ્દોના ભાવાર્થ જુદા છે.

આંસુ-આશું? મા ફરક રાખીએ દરેક વાતના બે મતલબ નિકળે.

મૂડ અમારો હોય એવા અમારા શબ્દો નીકળે,

રડતા રડતા ખુશીની વાતો, હસતા મોઢે ગવાય તમાશા.

સૌથી અલગ એ તરી આવે છે ગુજરાતી ભાષા”.

• વિશ્વનું વિજ્ઞાન સ્વીકારે છે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા ને પકડી રાખે તે વ્યક્તિ વિચાર શક્તિમાં મહાન બને છે.

✴માતૃભાષા માં રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલી 1910 માં લખીને 1912માં એનું ટ્રાન્સલેન્ટ થયુ ને નોબેલ પારિતોષિક એવોર્ડ મળો.

• અથઁ શાસ્ત્ર ના નોબેલ પારિતોષિક મેળવનાર અમથઁ સેન પણ માતૃભાષામાં ભણા.

• વિજ્ઞાનમાં પારિતોષિક મેળવનાર સી.વી.રામન માતૃભાષામાં ભણા.

• એ.પી.જે અબ્દુલ કલામ, બાબા સાહેબ આંબેડકર, કલ્પના ચાવલા, અને ગાધીજી આ બધા માતૃભાષા ની ભેટ છે, આ બધા થી આપણે કે આપણા બાળકો આથી આગળ નય વધે.

✴ સ્વામી વિવેકાનંદ નું એક વાક્ય છે ” તમે સ્કોટલેન્ડની વાઈન પીવા ઈચ્છો છો તો પીવો ઈ પહેલા ત્યાંના પીતા શીખવો.

✴ દુનિયા બદલાવનાર જેટલાં પણ ગ્રંથો છે એમાંથી એકપણ ગ્રંથ અંગ્રેજી માં નથી લખાણા, ગુગલમાં સચઁ કરી લેવાની છુટ.

✴ આખાં વિશ્વમાં 10 થી 12 દેશ છે જેની ભાષા અંગ્રેજી છે. આખી દુનિયામાં સૌથી વધારે ચાઈનીઝ ભાષા બોલાય છે.

આપણા વેંદ શાસ્ત્રો સંસ્કૃતમાં લખાણા છે જેને દુનિયા બદલી નાખી. હવે લખાતો હશે કદાચ ત્યા તો આ દુનિયા બદલી ગય છે.

✴ આખી દુનિયા કપડાં પહેરતા ને જીવતા શીખવનાર ભારત છે.આપણી પાસે ભાષા હતી અક્ષર જ્ઞાન હતું ઈતિહાસ તપાસો.