*11 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો આરોપી સૌરભ ગીરી અને બ્રિજેશ ગીરીની દિલ્હીથી ધરપકડ*

અમદાવાદ HDFC લાઇફ ઈન્સ્યુરન્સ કંપનીના અધિકારી બની સેટેલાઈટમાં રહેતા કાપડના વેપારી પ્રતાપરાય આવતા સાથે દેશની સૌથી મોટી 11 કરોડ 6 લાખ, 71 હજાર 824ની ઓનલાઈન છેતરપિંડી કરવા મામલે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે સાયબર ક્રાઈમે પિતા-પુત્ર એવા સૌરભ ગીરી બ્રિજેશ ગીરી (ઉ.વ.25) અને બ્રિજેશ ગીરી નરેશચંદ ગીરી (ઉ.વ.50)ની દિલ્હીથી ધરપકડ કરી છે બન્ને આરોપીમાંથી સૌરભે ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે જ્યારે તેના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે