આ શાકના ઉપયોગથી સફેદ વાળને કરી શકાય છે કાળા, જાણો કેવી રીતે

સતત વધતાં માનસિક તાણ અને અનિયમિત જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જતા હોય છે. સફેદ વાળ દરેક વ્યક્તિ માટે સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા અને સફેદ વાળ કાળા કરવા માટે લોકો  કેમિકલયુક્ત હેર કલરનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. તેનાથી વાળના મૂળ નબળા થવાની સાથે ત્વચાને પણ નુકસાન પહોંચે છે. જો તમને પણ સફેદ વાળની સમસ્યા છે તો પછી તેને દૂર કરો બટેટાના ઉપયોગથી. 

 

બટેટાની છાલના ઉપયોગથી બનતા માસ્કનો ઉપયોગ કરવાથી વાળ કાળા થાય છે.  બટેટાની છાલમાં સ્ટાર્ચ હોય છે જે કુદરતી રંગ તરીકે કામ કરે છે. બટેટાની છાલના માસ્કથી ખોડો પણ દૂર થાય છે.  

 

કેવી રીતે બનાવવું માસ્ક
સૌથી પહેલા બટાકાની છાલ કાઢી ઠંડા પાણીમાં રાખી તેને બરાબર ઉકાળો. છાલને ધીમા તાપે 5 થી 10 મિનિટ સુધી ઉકાળો. હવે આ મિશ્રણને થોડો ઠંડુ કર્યા પછી તેનો બોટલમાં ભરી લો. જો તમને બટેટાની સ્મેલથી સમસ્યા થતી હોય તો તેમાં લવંડર તેલના થોડા ટીપા નાંખી દો. આ પાણીને બરાબર રીતે માથામાં છાંટવું અને 10 મિનિટ મસાજ કરો. 30 મિનિટ પછી વાળને ઠંડા પાણીથી ધોઈ લો.