મતદાનના આગલે દિવસે તમામ મતદાન મથકો સેનીટાઇઝ્ડ કરાશે.

નર્મદા જિલ્લામાં મતદાનના આગલે દિવસે તમામ મતદાન મથકો સેનીટાઇઝ્ડ કરાશે.
તમામ મતદાન મથકો ખાતે મતદારો માટે સેનીટાઇઝર, માસ્ક, હેન્ડગ્લોઝ અને ટેમ્પરેચર ચકાસણી માટે થર્મલગનની સુવિધા ઉપલબ્ધ કરાશે.
કોરોના પોઝીટીવ દરદી કે ક્વોરન્ટાઇન હેઠળના મતદાર જો મતદાન કરવા ઇચ્છતા હશે તો તેના માટે પી.પી.ઇ. કીટની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે.
નોડલ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠક.
રાજપીપલા,તા. 20
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે તા.૨૮ મી ફેબ્રુઆરી,૨૦૨૧ ના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત / પાંચેય તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ સંદર્ભે અમલી બનાવાયેલ આદર્શ આચારસંહિતાના ચૂસ્ત અમલીકરણ સાથે જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા તમામ નોડલ અધિકારીઓને ખાસ અનુરોધ કરી શ શાહે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણથી બચવા મતદાનના આગલા દિવસે તમામ મતદાન મથકો ને સેનીટાઇઝર કરાશે.એ માટે તમામ મતદાન મથકો ઉપર મતદારો માટે ટેમ્પરેચર માપવા માટે થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ, સેનેટાઇઝર સહિતની જરૂરી વ્યવસ્થા કરાશે. કોરોના પોઝીટીવ દરદી કે ક્વોરન્ટાઇન હેઠળના મતદાર જો મતદાન કરવા ઇચ્છતા હશે તો તેના માટે પી.પી.ઇ. કીટની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. રાજપીપળા ખાતે નોડલ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં નક્કી કરાયું હતું.
રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે અધિકારીઓને જણાવ્યું હતું કે, તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ જિલ્લામાં યોજાનારી ઉક્ત સામાન્ય ચૂંટણીઓ માટે કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ તમામ મતદાન મથકો મતદાનના આગલે દિવસે સંપૂર્ણપણે સેનેટાઇઝ્ડ કરાશે અને ત્યાર બાદ જ ફરજ પરની મતદાન ટુકડીઓ મતદાન મથકમાં પ્રવેશશે. ત્યારે શહેર જિલ્લા માં યોજાનારા તમામ મતદારોને કોઈપણ જાતના ભય વિના નિર્ભયપણે અચુક મતદાન કરવાની સાથે જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે જોવા જિલ્લા ચૂંટણી અધિકારીએ ડી. એ. શાહે જાહેર અનુરોધ કર્યો છે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા