બ્રહ્માંડના પાંચ મહાભૂત પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશમાં અગ્નિ એક એવું વિશિષ્ટ તત્વ છે જે પદાર્થને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. જેમ કે લાકડું અને અનાજ અગ્નિના સંસર્ગમાં આવતા પૃથ્વી તત્વ(માટી) ધારણ કરે છે. તેમજ દૂધ, ઘી, પાણી વગેરે અગ્નિના સાનિધ્યમાં આવતા પોતાનું પ્રવાહી સ્વરૂપ બદલી વાયુ સ્વરૂપ ધારણ કરે છે. અગ્નિદેવ રૂપાંતરણ ઉપરાંત મલીન દ્રવ્યોને શુદ્ધ પણ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં દિવાળી જેટલું મહત્વ હોળીનું છે કેમ કે બંનેનો સંબધ અગ્નિ સાથે છે. દિવાળીમાં દીવા અને હોળીમાં હોલિકા દહન. હોળી એ ઠંડી અને ગરમ બંને ઋતુનો સંધિકાલ છે જેણે કારણે અસંખ્ય વિષાણુઓ અને જીવ-જંતુઓ ઉત્પન્ન થાય છે જે સમગ્ર વાતાવરણને અને સ્વાસ્થ્યને નુકસાન પહોચાડે છે, જેને શુદ્ધ કરવા હોળી ખુબ ઉપયોગી છે. હોળીથી પર્યાવરણને નુકસાન નહિ ફાયદો છે. કેમ કે પાનખર દરમ્યાન જે સૂકાવૃક્ષો, પાંદડાઓ, સુકી ડાળીઓ એકત્રિત થયેલી હોય છે તેના દ્વારા હોલિકા દહન થતાં તેનો નિકાલ ત્વરિત થાય છે અને પૃથ્વી તત્વમાં ભળી જાય છે. આમ તો મનુષ્યના અગ્નિસંસ્કાર પછી પણ આ જ પ્રક્રિયા થાય છે, જેને સંસ્કાર ગણવામાં આવે છે. એ જ સંસ્કાર હોલિકા દહનમાં પણ રહેલો છે. સંસ્કાર એટલે સારુ કાર્ય. (સંસ્-સારુ અને કાર એટલે કાર્ય) વળી હોલિકાદહન દ્વારા જે રાખ તૈયાર થાય છે તે રાખ નહિ લાખ છે. એટલે કે અદ્વિતીય ઔષધિ છે. જેનો ઉત્તમ ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. અનાજને સંગ્રહવા અને સડતું અટકાવવા પણ આ રાખ ઉપયોગી છે. હોળીની ભસ્મ સમગ્ર વર્ષ સંગ્રહી રાખવી જોઈએ. જે વિધાયાત્મક તરંગોને આકર્ષી વ્યક્તિની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ઉપયોગી છે. વળી આ જ પવિત્ર રાખ (ધૂળ) એકબીજાને શરીરે ચોપડીને આનંદ ઉત્સવ મનાવવાની પરંપરા એટલે ધુળેટી. આમ આ ધૂળના ઉપયોગ દ્વારા મનાવાતો ઉત્સવ એટલે ધુળેટી. આ પવિત્ર રાખથી ધુળેટી રમવાથી આવનારી ગરમીથી ચામડીને બળ અને રક્ષણ મળે છે. એ જ રીતે કેસૂડાના પાણીથી રમાતી ધુળેટી પણ સ્વસ્થતા પ્રદાન કરે છે. કેમ કે કેસૂડાના ફૂલ કફ અને પિત્ત નાશક છે. શિયાળામાં શરીરમાં જામી ગયેલ કફને ઓગળવા હોળીની પ્રદક્ષિણા ખુબ ઉપયોગી છે. હોળીમાં વિશેષ ખવાતાં ખાદ્ય પદાર્થ પણ ઊંડી વૈજ્ઞાનિક સમજણ ધરાવે છે. જેમ કે જુવારની ધાણી, મકાઈની ધાણી, શેકેલા ચણા-દાળિયા વગેરે કફનાશક છે. વધુમાં તે રૂક્ષ એટલે સ્નિગ્ધતા વગરના હોઈ પચવામાં હલકા અને શરીરને બળ આપનારા છે. ખજૂર કફનો નાશ કરી શરીરને ઠંડક આપનાર છે. ખજૂર કફનો નાશ કરી શરીરને પુષ્ટ બનાવે છે. ટુંકમાં પાનખરને માનભેર વિદાય આપી વસંતના આગમનનો વિશિષ્ટ ઉત્સવ એટલે હોળી અને ધુળેટી. જેને વૈજ્ઞાનિક સમજણ સાથે ઉજવી સમગ્ર વર્ષને તંદુરસ્ત અને આરોગ્યમય બનાવી શકાય.
Related Posts
રથયાત્રા પહેલા AMCના પદાધિકારીઓ અને અન્ય કેટલાંક અધિકારીઓ જગન્નાથજી મંદિરથી સરસપુર સુધીના રૂટ ઉપર સમીક્ષા કરશે, બાકી કાર્યો તાકીદે પૂર્ણ…
*📍અયોધ્યા: યુવકનું શંકાસ્પદ મોત, હત્યાનો આરોપ*
*🗯️BREAKING🗯️* *📍અયોધ્યા: યુવકનું શંકાસ્પદ મોત, હત્યાનો આરોપ* ➡ સ્પર્શ ગુપ્તાનો મૃતદેહ ફાંસી ખાધેલી હાલતમાં લટકતો મળ્યો ➡ મૃતકનાં…
મુન્દ્રા ની પી.ટી.સી કોલેજ માં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી . મુન્દ્રા , સમગ્ર દેશ રાજ્ય માં નવરાત્રી નો માહોલ જામ્યો…