શું કામ આ સબંધને તું નામ આપે છે, આપણી વચ્ચે લાગણીઓ કાઈ ઓછી છે,

શું કામ આ સબંધને તું નામ આપે છે,
આપણી વચ્ચે લાગણીઓ કાઈ ઓછી છે,
તાર તાર ના થઈ જાય આ નામ આપવામાં,
એમાં થતી માંગણીઓ કાઈ ઓછી છે,
તું ગમી એ કુદરતની મારાં તરફી ફેવર લાગી,
તું મળે કે ના મળે,કિસ્મતની માર કાઈ ઓછી છે,
તું મને પસંદ છે હું તને પસંદ છું બસ,
તારી મારી આ જીદ જ ઘણી કાફી છે,
રોજ વાતો કરવી અને મળવું નથી પસંદ,
તારી યાદોમાં જીવું એ કાઈ ઓછું છે,
પ્રેમ પ્રેમ કરીને પરેશાન નથી થવું દોસ્ત,
દોસ્તની દાસ્તાન પ્રેમ કરતાં કાઈ ઓછી છે…
હેલીક…