સ્ટેચયુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે ૫૬૨ દેશીરજવાડાઓના યોગદાનને દર્શાવતા સંગ્રહાલય બનશે.
રાજવી પરિવાર ના સાત સભ્યોની
સમિતીની રચના કરાઈ
આ સંગ્રહાલય
વિશ્વનું પ્રથમ આ પ્રકારનું સંગ્રહાલય તૈયાર થશે.
રાજપીપળાના સ્થાનિક રાજવી પરિવારની સમિતિમાંથી બાદબાકી થતા આશ્ચર્ય!
રાજપીપળા, તા 19
ગુજરાત સરકાર
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગદ્વારા તાજેતરમા એક નવો ઠરાવ પસાર કરીને
નિયામકશ્રી, પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી દ્વારા
સ્ટેચયુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે ૫૬૨ દેશીરજવાડાઓના યોગદાનને દર્શાવતા સંગ્રહાલય
તૈયાર કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે.આ સંગ્રહાલય
વિશ્વનું પ્રથમ આ પ્રકારનું સંગ્રહાલય તૈયાર થશે. દેશી રજવાડાઓ દ્વારા ભારતના
સાંસ્કૃતિક વારસા અને વિરાસતને સાચવવા અને પેઢી દર પેઢી આ વારસાને આગળ
ધપાવવાનું ભગીરથ કાર્ય કરેલ છે. જેને આ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવનાર છે.
આ બાબતોને ધ્યાને રાખી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવીસ્ટેચ્યુ ઓફ યુનિટિના પ્રાંગણમાં તેમની પ્રતીભાને શોભાવે તેવું ઉત્તમ કક્ષાનું સંગ્રહાલય તૈયાર કરવાનુંઆયોજન છે.
મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં તારીખ:૨૨/૦૧/૨૦૨૧ના રોજ યોજાયેલ
બેઠકમાં આ સંગ્રહાલયના હેતુને યોગ્ય ન્યાય મળી રહે તે માટે પહેલા જરૂરી તમામ
પક્ષકારોને સમાવતી એક સમિતીની રચના કરવામાં આવે તેમ સૂચન કરવામાં આવ્યુ હતું. જે મુજબ સ્ટેચયુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે ૫૬૨ દેશી રજવાડાઓના
યોગદાનને દર્શાવતા સંગ્રહાલય તૈયાર કરવા અંગેની સાત રાજવી પરિવારના સભ્યોની સમિતીની રચના કરવામાં આવી છે.જેમા
એસ. એસ. રાઠોર (પુર્વ અધિક મુખ્ય સચિવ અને પુર્વ
રાજપરિવાર સદસ્ય, વલાસના,
તેમજશ માંધાતા સિંહ પુર્વ રાજપરિવાર સદસ્ય, રાજકોટ, તેમજ રઘુવીરસિંહ પુર્વ રાજપરિવાર સદસ્ય, સીરોહી,તથા
શ્રીમતી દિયા કુમારી પુર્વ રાજપરિવાર સદસ્ય, જયપુર,
શ્રી કરણી સિંઘ જસોલ નિયામક, મેહરાનગઢ મ્યુઝિયમ ટ્રસ્ટ,
જોધપુર,
ડૉ. અંગમા ઝાલા (હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર
|અને પુર્વ રાજપરિવાર સદસ્યશ્રી, ધ્રાંગધ્રા,
ડૉ. પંકજ એ. શર્મા નિયામક, પુરાતત્વ અને સંગ્રહાલયનો સમિતિ મા સમાવેશ કરવામાઆવ્યો છે .
જો કે રિયાસતી રાજવી સ્ટેટ રાજપીપળા ના રાજાએ 562દેશી રજવાડા ને એકત્ર કરવામા અગ્રીમ ભૂમિકા ભજવી હતી અને સૌથી પહેલી સહી કરીને જોડાયા હતા એવા નર્મદા જિલ્લા મા જ ઘર આંગણે સંગ્રહાલય બની રહ્યું છે ત્યારે રાજપીપળા ના રાજવી પરિવાર ના રાજવી સદસ્ય મહારાજા રઘુવીર સિંહ ગોહિલ અને શ્રીમતી રૂક્ષમિણી દેવી ગોહિલ સ્થાનિક રાજવી પરિવાર ની આ સમિતિમાથી બાદબાકી થતા આશ્ચર્યસૌને આશ્ચર્ય સર્જાયું છે.
તસવીર: જ્યોતિ જગતાપરાજપીપળા