*સ્કૂલ ફી માફીનો પરિપત્ર સામે ગુજરાત સરકારને હાઈકોર્ટની લપડાક, જાહેર કરેલો પરિપત્ર રદ્દ કર્યો*

આજે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે.