નર્મદા જયંતિ નર્મદા સ્નાન અને નર્મદા પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ.

નર્મદા જયંતિ નર્મદા સ્નાન અને નર્મદા પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ.
નર્મદા તટે 74 કરોડ તીર્થો આવેલા છે.નર્મદા સ્નાન અને પૂજનનું શાસ્ત્રોમાં વિશેષ ધાર્મિક મહત્વ છે.
વિશ્વની એકમાત્ર નર્મદા નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે.
નર્મદા તટના ઘાટોની ખરાબ દશા છે.જો પરિક્રમા વાસી ચાલતા ચાલતા કોતરમાં પડે તો પગ ભાંગી જાય તેવી સ્થિતિ છે.
રાજપીપળા,તા. 19
આજે નર્મદા જયંતિ ટાણે સાધુ-સંતોએ નર્મદા જયંતિ ની વિશેષ ધાર્મિક મહત્વ હોવાનું જણાવી નર્મદાને પવિત્ર સ્વચ્છ રાખવા અને નર્મદાના ઘાટની દુર્દશા સામે તંત્રનું ધ્યાન દોર્યું હતું.
આ અંગે ધનેશ્વર મંદિર માંગરોળ ના મહંત જાનકીદાસ મહારાજે જણાવ્યું હતું કે મહારાજના જણાવ્યા અનુસાર નર્મદા તટે 64 કરોડ તીર્થો આવેલા છે.નર્મદા સ્નાન અને પૂજાનું શાસ્ત્રોમાં વિશેષ ધાર્મિક મહત્વ છે. નર્મદા અમરકંટક,મૈંકલ પર્વત થી નીકળેલી પાવનકારી નર્મદા દર્શન માત્રથી જ પવિત્ર થવાય તેવી નર્મદા જટાશંકરી, રેવા જેવા અનેક નામથી જાણીતી છે.આ પવિત્ર નર્મદા આજે ગુજરાતની ધરાને પાવન કરી રહી છે. જેના દર્શનમાત્રથી પવિત્ર થવાય એવી નર્મદાનાં દર્શન અને સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. કરવાથી સર્વ પાપ ધોવાઇ જાય છે.નર્મદા સ્નાન અને નર્મદા પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે.
અરે સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે વિશ્વની એકમાત્ર નર્મદા નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે.નર્મદાની પરિક્રમા કરી પાકૃતિક આનંદ સાથે આધ્યાત્મિક અનુભૂતિ અનેક સંત-મહાત્માઓ એ કરી છે. તેનું અનેરું મહત્વ રેવા પુરાણોમાં વર્ણવેલ છે. પરંતુ સરદાર સરોવર બન્યા પછી ખડખડ નર્મદાનો પ્રવાસ સ્થિર થઇ જતાં કેવડિયા થી છેક સુધી વહેતી પુણ્ય સલિલા મા નર્મદા નદીના અસ્તિત્વ પર આધ્યાત્મિક તેમજ પ્રકૃતિક મોટો ખતરો ઉભો થયો છે આ ખતરાને નિવારવા આપણે સૌએ આગળ આવવા જણાવ્યું હતું.
નર્મદા પુત્ર સાવરીયા મહારાજે જણાવ્યું હતું કે નર્મદા ઘટના ઘટવાની ખરાબ દશા છે.માંગરોળ ધનેશ્વર મંદિરનો પાંચ ગામનો સમશાન ઘાટ સદંતર તૂટી ગયો છે.માંગરોળ ગામે કામનાથ મંદિરનું ઘાટ તૂટેલો છે.એ ઉપરાંત શહેરાવ ઘાટ,સોઢલીયાનો ઘાટ પણ તૂટી ગયો છે. વાંદરીયા ગામ નો ઘાટ પણ તૂટેલી અવસ્થામાંછે. ઉપરાંત ફૂલવાડી, સૂરજવડ નો ઘાટ પણ નથી રહ્યો વરાછા દત્ત મંદિર પાસે ઉત્તરવાહિનીનો ઘાટ પણ તૂટી ગયો છે. રામાનંદ આશ્રમ થી મણીનાગેશ્વર મંદિર પાસે મોટું કોતર છે.જે કોતર પુરવાની જરુર છે.ઉપરાંત મૌનીજી આશ્રમની બાજુમાં વાસણ ગામે નદી કિનારે કોતરનું સમારકામ કરવાની જરૂર છે.તો રીંગણની બબ્બે કોતર પુરવાની જરુર છે. જ્યારે કીડીમંકોડી ઘાટ પાસે કોતરમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. જો પરિક્રમાવાસીઓ ચાલતાં- ચાલતાં કોતરમાં પડી પડે તો પગ ભાંગી જાય તેવી સ્થિતિ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા