*વાડજમાં લંપટ શિક્ષકે ધોરણ વિદ્યાર્થિનીની છેડતી કરતા ખળભળાટ*

અમદાવાદના વાડજમાં મ્યુનિસિપલ શાળા નંબર ત્રણમાં શિક્ષક દ્વારા ધોરણ સાતમાં ભણતી વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી છે. આ ગુનામાં ન માત્ર લંપટ શિક્ષક જવાબદાર છે. પરંતુ તેની સાથે શાળાના સંચાલકો પણ તેટલા જ જવાબદાર લાગી રહ્યાં છે. કારણ કે વિદ્યાર્થીનીની માતાએ સંચાલકોને રજૂઆત કરી હતી. પરંતુ કોઈ પગલા ન લેવાતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જો કે આરોપી શિક્ષક હજુ પણ ફરાર છે. ફરિયાદમા બાળકીની માતાએ ઉલ્લેખ કર્યો છે કે શિક્ષક લાંબા સમયથી બાળકીને હવસ ભરી નજરે જોતો હતો. જોકે મોકો મળતા તેણે બાળકી સાથે છેડછાડ કરી હતી