અમેરિકાએ વિશ્વની પ્રથમ ઉડતી હાઈબ્રીડ કારને આપી મંજૂરી

અમેરિકાએ વિશ્વની પ્રથમ ઉડતી હાઈબ્રીડ કારને આપી મંજૂરી

અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન(FAA)એ ઉડતી હાઇબ્રીડ કારને મંજૂરી આપી છે. આ કાર આકાશમાં 10,000 ફીટ ઉંચાઈ સુધી ઉડી શકે છે. કારનિર્માતા કંપની Terrafugia Transition એ દાવો કર્યો છે કે, આ કાર જમીન પર ચાલી પણ શકે છે અને ઉડી પણ શકે છે. આ કંપની દ્વારા અનેક પ્રકારની ક્લાઈંગ કાર બનાવવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે. કંપનીએ કહ્યું હતું કે, “2022 સુધીમાં ટુસિટર હાઇબ્રીડ કારનું પ્રોડક્શન શરુ થઈ જશે.”