*કોરોનાને કંટ્રોલ કરવા લેવાયો નિર્ણય. અમદાવાદના દર્શાવેલ વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ.*

અમદાવાદના 28 વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો રહેશે બંધ. કોરોના પર નિયંત્રણ લાવવા સરકાર અને આરોગ્ય તંત્ર કમર કસી રહ્યું છે ત્યારે અમદાવાદમાં લોકોમાં હજુ પણ જાગૃતતા અને સજાગતા ન જોવા મળતા અમદાવાદના 27 વિસ્તારોની દુકાનો રાત્રે 10 વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિસ્તારો અહીં બતાવેલ મુજબ રહેશે.કોરોના સંક્રમણ મામલે AMC નો મહત્વ નો નિર્ણય લેવાયો છે. 28 વિસ્તારો મા રાત્રે 10 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. મોટી સંખ્યા મા લોકો રાત્રી દરમિયાન માસ્ક વગર ફરતા હોવાને કારણે લેવાયો નિણર્ય.સિંધુ ભવન , એસ જી હાઇવે, પ્રહલાદનગર , સોલા સાયન્સ સીટી , સહુત ના 28 જેટલા વિસ્તારો માટે લેવાયો નિર્ણય. રાત્રે 10 બાદ માર્કેટ દુકાનો નહિ ખોલી શકાય