અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ સ્થળે *Arm Wrestling Sport Association Gujarat* દ્વારા *Gujarat State Arm Wrestling Championship 2020* નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંપૂર્ણ રાજ્યમાંથી ૧૨૦ થી વધારે અનુભવી ખેલાડીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં મહેમાન તરીખે ખ્યાતનામ સામાજિક કાર્યકર અને ધારાશાસ્ત્રી શ્રીમતી સોનલબેન જોશી, પ્રવાસી પરિષદ ગુજરાતના મહામંત્રી તેમજ બચત મંત્રા ના ફાઉન્ડર અને સીઇઓ શ્રી પ્રકાશ યાદવ અને કર્ણાવતી ક્લબના ડાયરેક્ટર શ્રીએ હાજરી આપીને એસોસિએશન ટિમ સાથે વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે વિવિધ કેટેગરીમાં ૬૯ મેડલ્સ અને ૩ ટ્રોફીનું વિતરણ કરવમાં આવ્યું હતું.
ચેમ્પીઓનશીપને સફળતા પૂર્વક યશસ્વી બનાવવામાં માટે ગુજરાતની ખ્યાતનામ નાણાંકીય સલાહકાર ક્ષેત્રમાં અગ્રેસર અને એવોર્ડ વિજેતા “Bachat Mantra” તેમજ “GR Nutrition” કંપનીએ સ્પોન્સર રૂપે આગળ વધાવી હતી.
એસોસિયેશનના પ્રમુખ શ્રી મલેક સાહેબ, સેક્રેટરી શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, ટ્રેઝરર શ્રી મયંક પટેલ અને સંપૂર્ણ ટિમ મેમ્બરોએ કાર્યક્રમનું સુંદરરીતે આયોજન કરીને ગુજરાત રાજ્યના સર્વ ખેલાડીઓનું ખેલને સાર્વજનિક પ્રસિદ્ધ કરવા માટે પ્રોત્સાહન વધાર્યું હતું.