રાજપીપળા નગર પાલિકાની ચૂંટણી મા કોંગ્રેસે નવો અપસેટ સર્જ્યો!

રાજપીપળા નગર પાલિકાની ચૂંટણી મા કોંગ્રેસે નવો અપસેટ સર્જ્યો!

28 બેઠકો પૈકી કોઁગ્રેસે માત્ર 12જ ઉમેદવારો ઊભા રાખ્યા!

અને 16બેઠકો છોડી દીધી!

અમને સારા ઉમેદવારો નથી મળ્યા!-જિલ્લા પ્રમુખ

જિલ્લા પ્રમુખે જવાબદારી ઓબ્ઝર્વરઅને કાર્યકારી શહેર પ્રમુખ પર ધોળી ખો આપી!

રાજપીપળા, તા 17

રાજપીપળા નગર પાલિકા ની 28 બેઠકો ઉપર કુલ- 113 ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધાથવાની છે તેમા પહેલી વાર કોંગ્રેસે એક નવો અપસેટ સર્જ્યો છે.
જેમા 7 વોર્ડની તમામ બેઠકો પર ભાજપા ના કૂલ 28 ઉમેદવારો મેદાનમા ઉતર્યા છે.જ્યારે કોંગ્રેસના માત્ર 12 ઉમેદવારોને ચૂંટણી મેદાન મા ઉતારા આશ્ચર્ય સર્જ્યુ છે.અર્થાત કોઁગેસે 16બેઠકો.પર પોતાના ઉમેદવારો જ નથી નોંધાવ્યા છે. એનાથી લોકોમાં આશ્ચર્ય થયું છે.
જોકે કોંગ્રેસના માત્ર 12 ઉમેદવારો જ ઊભા રાખતા આશ્ચર્ય સર્જ્યુ છે. કોંગ્રેસે 14 ઉમેદવારો છોડી દેતા કોંગ્રેસે સામે ચાલીને હાર સ્વીકારી લીધી હોય એમ લાગે છે. એક માત્ર ભાજપે તમામ 28ઉમેદવારો ઊભા રાખતા ભાજપા ને સીધો ફાયદો થવાની શક્યતા છે.
આ અંગે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેઁદ્ર વાળંદ ને પૂછતા જણાવ્યુ હતું કે અમને સારા ઉમેદવારો ના મળ્યા! જે કટ્ટર કોંગ્રેસી હતા તેમણે પણ અપક્ષ ઊમેદવારી કરી છે. કોંગ્રેસ પ્રમૂખે ઓબ્ઝર્વર સંગ્રામ સિંહ રાઠવા અને નવા વરાયેલા રાજપીપળ કા.શહેર પ્રમુખ માલવ બારોટની અને પોતાની જવાબદારી હોવા છતા આ બન્ને પર ખો આપીઅમારુ ધ્યાન જિલ્લા તાલુકા પંચાયત પર હોવાનુ જણાવી ચૂંટણી પહેલા જ કોંગ્રેસે નગરપાલિકા ગુમાવી દીધી હોવાનુ પ્રતીત થઇ રહ્યું છે. જોકે કોંગ્રેસ પોતાના 28 ઉમેદવારો ઊભા ના રાખી શકતા આનાથી કોંગ્રેસ ની ઈમેજ ને મોટુ નુકશાન થવાની શકયતાછે!
………………………..
કોઁગ્રેસે વોર્ડ-01મા 01,
વોર્ડ-02મા04, વોર્ડ-03 અને 04મા એક પણ ઉમેદવાર ઊભા નથી રાખ્યા! જ્યારે વોર્ડ-05મા 04,વોર્ડ-06મા02,
વોર્ડ-07મા01 ઉમેદવાર મળી કૂલ 12 ઉમેદવાર ઊભા રાખતા કોંગ્રેસે ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લીધુ હોય એમ લાગે છે.
……………………….

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા