જામનગરમાં ત્રીજી પાર્ટી તરીકે ઉભરતી જોવા મળતી આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા મુલાકાતે, રોડ શો સાથે કાર્યાલયના કર્યા ઉદ્ઘાટન..

જામનગરમાં ત્રીજી પાર્ટી તરીકે ઉભરતી જોવા મળતી આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા મુલાકાતે, રોડ શો સાથે કાર્યાલયના કર્યા ઉદ્ઘાટન..

જામનગર: મનપા ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે પક્ષો પોત પોતાની તાકાત લગાવી રહ્યા છે ત્યારે જામનગર શહેરમાં ત્રીજી પાર્ટી તરીકે એન્ટ્રી મારતી આમ આદમી પાર્ટી દ્વારા પણ જામનગર શહેરમાં રોડ શો તેમજ જાહેર સભા યોજવામાં આવી હતી. આપ ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા જામનગર ખાતે આવી પહોંચ્યા હતા અને સાધના કોલોનીથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી અને સાધના કોલોનીથી વોર્ડ નંબર 13 ખાતે પહોંચ્યા હતા જ્યાં વિસ્તારની મહિલાઓ દ્વારા ગરબા રમી ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિવિધ જગ્યાએ સ્વાગત કરાતા કાફલો વાલકેશ્વરી ખાતે આવેલ વોર્ડ નંબર 5 ખાતે ઉભા રહેલ અનુભવી પીઢ નેતા કરશનભાઈ કરમુર સહિતના ઉભા રહેલ ચારેય ઉમ્મદવારો સહિત આપ કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્યાં ઉપસ્થિત કાર્યકરોને તેઓ દ્વારા સંબોધવામાં આવ્યા હતા. જામનગર ખાતે ઉપસ્થિત રહેલ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી.