બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ફરાર ઈન્ડિયન મુજાહિદીનનો આંતકી આરીઝખાન દોષી સાબિત થયો

દિલ્હીની કોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં ઈન્ડિયના મુજાહિદ્દીન આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે, તે સાબિત થયું છે કે એન્કાઉન્ટર સમયે તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. કોર્ટ 15 માર્ચે બપોરે 12 વાગ્યે આરિઝ ખાનની સજા જાહેર કરશે. મહત્વનું છે કે એક દાયકાથી ફરાર થયાના અહેવાલ બાદ ફેબ્રુઆરી 2018માં દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા નેપાળથી પકડી તેની ધરપકડ કરવામાં આવી હતી.