જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં જનમેદની ઉમટી.

જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં જનમેદની ઉમટી. જ્યાં સુધી લોહીનું એક ટીપું હશે ત્યાં સુધી પ્રજાની સેવા કરીશ: કરશન કરમુર, આપ પાર્ટી.

જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીની એન્ટ્રી થતા જ આ વખતે નવા રાજનીતિમાં નવા સમીકરણો રચાવવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને શહેરમાં જે ઉમળકો મળ્યો છે તે જોતા આગામી ટર્મમાં ચોક્કસથી સતા પલટો થશે જ તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. આ અંદાજો સત્ય સાબિત થઇ રહ્યો હોય તેમ શુક્રવારે શહેરના નીલકમલ સોસાયટી સામે યોજાયેલ આમ આદમી પાર્ટીની જાહેર સભા અને કાર્યાલયના ઉદ્ઘાટનમાં જોવા મળ્યો છે. આશરે 2 હજાર લોકોને આપવામાં આવેલ આમંત્રણ છતાંય સાડા ત્રણ હજારથી વધુ લોકોની ઉપસ્થિતિથી આમ આદમી પાર્ટીની ઐતીહાસિક સભાથી વિપક્ષમાં સોપો પડી ગયો હોય તેવું જોવા મળ્યું હતું. ચાંદી બજારમાં યોજાતી ચૂંટણી સભાઓને ઝાંખી પાડતી આપની સભામાં પ્રચંડ લોકજુવાળ જોવા મળ્યો હતો. આ લોક્જુવાળે એકી અવાજમાં જામનગરમાં આપનું સવાગત કર્યું હતું.
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે ત્યારે પહેલી વખત આમ આદમી પાર્ટીએ દાવેદારી કરી છે અને બહુમતી તરફ પ્રયાણ કર્યું છે તેમાં પણ છેલ્લા અઢી દાયકાઓથી પ્રજા વચ્ચે રહી ત્વરિત કામ કરનાર ભાજપમાંથી આપ માં જોડાયેલ કરશન કરમુરે આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી કરતાની સાથે જ જામનગર મહાનગરપાલિકાના રાજકારણ અને ચૂંટણી એજન્ડામાં નવું સમીકરણ રચાતું જોવા મળી રહેલ છે.. પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવી આમ આદમી પાર્ટીએ એક સાથે ૪૬ ઉમેદવારોને મનપા ચૂંટણીમાં ઉભા રાખી સામેના જૂથમાં સોપો પાડી દીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. દિલ્લીમાં ફરી વળેલ આમ આદમી પાર્ટીની ઝાડુ જામનગરમાં ફરી વાળવાની પ્રબળ શક્યતાઓ સેવવામાં આવી રહી છે તે જોવા મળી રહ્યું છે. જામનગરમાં ચૂંટણી સભાઓ ચાંદી બજારમાં યોજાતી રહી છે. પરંતુ જામનગરના ખોડીયાર કોલોની-નીલકમલ કોલોનીના ચોકમાં યોજાયેલ આપ ની ઐતિહાસિક જાહેર સભાએ તમામ રાજકીય પાર્ટીઓને દોડતી અને વિચારવા મજબુર કરી દીધી છે. આમ આદમી પાર્ટીના દિલ્લીના ધારાસભ્ય અજેસ યાદવના હસ્તે નીલકમલ ચોક ખાતે આમઆદમી પાર્ટીના કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના સંગઠનના હોદેદારોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમ બાદ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સભા શરુ થાય તે પૂર્વે જ મંડપમાં રાખેલ તમામ ખુરશીઓ આમ આદમી તેમજ કાર્યકરોથી ભરાઈ જતા ઐતિહાસિક સભા બની ગઈ હતી. થોડી જ વારમાં તમામ જાતિના લોકો એ પછી આહીર, ક્ષત્રીય, બ્રાહ્મણ, પ્રજાપતિ, ગઢવી અને રબારી, જૈન મહાજન હોય સહિતના તમામ સમાજના નાગરિકો ઉમટી પડી હતી. છતાં પણ જનતાનો જુવાળ સભા સ્થળ પર અવિરત રહ્યો હતોં અને જોતજોતામાં સાડા ત્રણ હજારથી વધુ લોકો જોડાયા હતા. પ્રજાનો પ્રચંડ પ્રતિશાદ જોઈને આમ આદમીના ઉમેદવારો અને સંગઠનની ટીમ મજબૂતાઈની પ્રતીતિ થઇ હતી.
ભ્રષ્ટાચાર સામેના જંગથી રચાયેલ આમ આદમીએ પ્રચાર ઝુંબેશના શ્રી ગણેશ કરી વિજયનાદ ફૂક્યો હતો. ઉપસ્થિત જનતાને આમ આદમી પાર્ટીએ દિલ્લી મોડેલને જામનગરમાં લઇ આવવાનું વચન આપ્યું હતું. ખાનગી શાળા જેવી જ સરકારી શાળાઓ અને શિક્ષણ તેમજ ઘરે ઘરે આરોગ્યસેવા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય રાજ્યોની સામ્પેક્ષમાં મોઘી આપવામાં આવતી વીજળીમાં દિલ્લી મોડેલ અપનાવી સબસીડી આપવાનું વચન આમઆદમી પાર્ટીએ આપ્યું છે. આ તમામ વચનને શહેરના આમ આદમીઓએ વધાવી લઇ જાડુંને સહકાર આપવાનું વચન આપ્યું હતું. દિલ્લીથી પધારેલ ધારાસભ્ય અજેશ યાદવ અને સ્થાનિક મજબુત નેતાગીરીએ જામનગરના વિકાસમાં પુરતો સહયોગ આપી ગાંધીના સપનાના ભારતના નિર્માણમાં એક ડગલું માંડવા અને સહકાર આપવા પ્રજાજનો પાસેથી વચન માંગ્યું હતું. વોર્ડ નંબર 5ના અને સતત 5 ટર્મથી બીજેપીમાંથી ચૂંટાઈ આવતા હાલ આપમાં જોડાયેલ પ્રજાના લોકલાડીલા ઉમેદવાર કરશનભાઈ કરમુરે પ્રજાને આશ્વાસન આપી કહ્યું હતું કે પ્રજામાં ભગવાન સમાયેલ છે અને મારામાં જ્યાં સુધી લોહીનું એક ટીપું હશે ત્યાં સુધી પ્રજાની સેવા કરીશ.

સામાન્ય રીતે સ્થાનિક ચૂંટણીઓની મહાસભાઓ ચાંદી બજાર ખાતે યોજાતી રહી છે. પરંતુ ચાંદી બજારની સભાઓને ઝાંખી પાડી દેતી એવી જાહેર સભાનું આયોજન અન્ય સ્થળે થતા શહેરભરમાં આમ આદમી પાર્ટી છવાઈ ગઈ છે. રાજકીય પંડિતો આજ દિવસ સુધી કહી રહ્યા હતા કે જામનગરની જંનતાએ ક્યારેય ત્રીજા મોરચાને સ્વીકાર્યો નથી પરંતુ આ સભા બાદ રાજકીય પંડિતો અને બુદ્ધિજીવીઓના મંતવ્યો પણ બદલાયા છે અને આ વખતે ત્રીજા મોર્ચારૂપી આમ આદમી પાર્ટી મેદાન મારી જાય તો નવાઈ નહી એમ આ પ્રજામાં ચર્ચાઓનો દૌર શરુ થઇ ચુક્યો છે.. બીજી તરફ સ્વયમ્ભુ પ્રજાજનોનો સહકાર પણ આમ આદમીનું કદ નિશ્ચિત કરી રહ્યું છે ત્યારે આ વખતે સતાના સમીકરણો બદલાવા જઈ રહ્યા છે ત્યારે શહેરભરમાં એજ જ ચર્ચાઓ ચાલી રહી છે કે આ વખતે આમ આદમીનો ઝાડુ જ શહેરના કચરાની સફાઈ કરશે તેવું જોવા મળી રહેલ છે.