જામનગરની વિકાસ ગાથા સાથે બીજેપી દ્વારા મનપા માટે જાહેર કરાયો મેનોફેસટો.

જામનગરની વિકાસ ગાથા સાથે બીજેપી દ્વારા મનપા માટે જાહેર કરાયો મેનોફેસટો. વિકાસના કાર્યોને અપાશે વેગ.

જામનગર: – રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અંતર્ગત જામનગર ભાજપ દ્વારા આજે સાંસદ સભ્ય પૂનમબેન માડમ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ કેબિનેટ મંત્રી આર સી ફળદુની ઉપસ્થિતિ માં જામનગર શહેરના વિકાસને વેગવંતો બનાવતા મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી હતી

જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજી સાંસદ સભ્ય પૂનમબેન માડમ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભાજપ શહેર પ્રમુખ ડૉ વિમલ કગથરાના હસ્તે મનપા ચૂંટણી અંગે મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા પત્રકાર પરિષદ માં પત્રકારો ને જણાવ્યુ કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા દ્વારા જો ભાજપને શાસન આપવામાં આવશે તો ભાજપ દ્વારા શાસનકાળ દરમિયાન અનેક વિકાસના કર્યો કરવામાં આવશે જેમાં શહેરના મુખ્ય પ્રશ્નો ગણી શકાય તેવા ટ્રાફિક સમસ્યા, નવા બે ફાયર સ્ટેશનો, મરીન પોલીસ સ્ટેશન પાસે મીઠા પાણીનું તળાવ તેમજ સ્પોર્ટસ મ્યુઝિયમ બનાવવામાં આવશે. ભારતમાતા મંદિર, ખગોળીય અવકાશ દર્શન પણ બનાવશે આ ઉપરાંત ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આ પ્રમાણે જામનગર શહેરની અનેક સમસ્યાઓ ઉકેલવાના વચનો સાથે આ મેનિફેસ્ટોની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાથે લઈ પ્રજા લક્ષી કાર્યને વેગ આપવામાં આવશે તેવું મેનિફેસટોમાં જોવા મળ્યું છે.