*સિંધિયા માટે આપી કુરબાની*

આગામી 6 મહિનામાં મધ્યપ્રદેશમાં જે 24 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થવાની છે. તેના માટે ભાજપ આ તમામ ઉમેદવારોને નજર રાખશે અને તથા અન્ય ઉમેદવારો પણ ચાન્સ આપશે કે કેમ તે, જોવાનું રહેશે. એવું માનવામાં આવે છે કે, અમુક નેતાઓ સિંધિયા સમર્થક છે, પણ અંતરાત્માથી તેઓ ભાજપ સાથે જવા તૈયાર નહોતા.
મધ્ય પ્રદેશસરકારના વિદાય બાદ રાજ્યમાં સરકારના રાજ્યાભિષેકના સવાલ પર ભાજપ સરકારમાં મંથન શરૂ થઈ ગયું છે. એવી આશા સેવાઈ રહી છે કે ભાજપ આજે આ અંગે કોઈ નિર્ણય લેશે. રાજ્યના નવા મુખ્યમંત્રી પદ માટેની રેસમાં પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને નરોત્તમ મિશ્રા સામેલ છે. જોકે હાલમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજને આ પદ માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પરંતું શિવરાજસિંહ ચૌહાણ બધાના સ્વીકૃત નેતા નથી. જ્યારે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની પહેલી પસંદ છે.
ભાજપમાં હલચલ શરૂ
ભાજપના નેતા નરોત્તમ મિશ્રાના પ્રશંસકોની કમી નથી. રાજ્યના મુખ્ય પ્રધાનને લઈને હવે ભાજપમાં હલચલ શરૂ થઈ ગઈ છે. જોકે પાર્ટીમાં અન્ય વિકલ્પોની પણ વિચારણા કરવામાં આવી રહી છે. જોકે પાર્ટીના સૂત્રો અનુસાર કોંગ્રેસ છોડીને આવેલા જ્યોતીરાદિત્ય સિંધિયાની આ પદ માટે પહેલી પસંદગી શિવરાજસિંહ છે. તેઓ નથી ઈચ્છતા કે ગ્વાલિયર વિભાગનો કોઈ નેતા સીએમ બને. જ્યારે તોમર અને મિશ્રા આ વિભાગના જ છે. જોકે ભાજપની રાજ્યમાં બહુમતી ના હોવાથી સિધિંયાના અભિપ્રાયથી વિરુદ્ધ નિર્ણય લેવો સંકંટનું રૂપ છે.
****
*70 લાખ લોકોને ફ્રીમાં આપશે અનાજ, દિલ્હીમાં કેજરીવાલે કરી જાહેરાત*
કોરોના વાયરસને લઈને દેશમાં જોવા મળતી દહેશત વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યુ છે કે, દિલ્હીમાં હજૂ લોકડાઉન જેવી સ્થિતિ નથી. જો જરૂર પડશે તો દિલ્હીની જનતાની સલાહ લઈને લોકડાઉન કરવામાં આવશે. કોરોના વાયરસના કહેર વચ્ચે દિલ્હીવાસીઓને કેજરીવાલે કેટલીક રાહતની પણ જાહેરાત કરી છે.
કેજરીવાલ સરકારે દિલ્હીના જનતા માટે કરી જાહેરાત
મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીના લગભગ 70 લાખ લોકો માટે રાશનનો કોટા વધારી દીધો છે. તેમજ આ મહિને 7.5 કિલો રાશન મફત મળશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત તેઓએ દિલ્હીના વૃદ્ધો, વિધવા અને વિકલાંગને મળતી પેન્શનની રકમ પણ ડબલ કરવાની જાહેરાત કરી છે.
જરૂર પડશે તો, લોકડાઉન પણ કરી શકાશે
કેજરીવાલે શનિવારે જનતા કર્ફયૂને લઈને લોકોને એક સાથે પાંચથી વધુ લોકોને એકઠાં ન થવાની અપીલ પણકરી છે. સાથે જ તેઓએ કહ્યું કે જો જરૂર ન હોય તો ઘરમાંથી બહાર નીકળવાની પણ જરૂર નથી.