રાજપીપળા પંથકમા ડ્રિપ એરીગેશનની પાઇપોની ચોરીનો સીલ સીલો જારી

22
રાજપીપળા પંથકમા
ડ્રિપ એરીગેશનની પાઇપોની ચોરીનો સીલ સીલો જારી

ભચરવાડા ગામની સીમમાથી
રૂ. 80,000/-ની કીમત ની પાઇપોની ચોરીની ફરિયાદ

રાજપીપળા, તા 14

રાજપીપળા પંથકમા
ડ્રિપ એરીગેશનની પાઇપોની ચોરીનો સીલ સીલો જારી રહયો છે.
ભચરવાડા ગામની સીમમાથી
રૂ. 80,000/-ની કીમત ની પાઇપોની ચોરીની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધાઈ છે.

જેમા ફરિયાદી રાજેન્દ્રભાઈ પ્રવીણભાઈ પટેલ (રહે,હજારપરા,પટેલ ફળિયુ)એ કોઈ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી રાજેન્દ્રભાઈની ભચરવાડા ગામની સીમમાથી ખાતા નંબર.517 તથા સર્વે નંબર.595ની પીયતવાળી આશરે સાડાચાર એકર જમીનમાં શેઢે મુકેલ ડ્રિપ એરીગેશનની પાઇપની જેની આશરે કિં. રૂ. 80,000/- થાય છેતેની રાત્રિના સમયે
કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી નાસી જતા ચોરીની ફરિયાદ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા