અંબાજી મંદિરમાં રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિલો સોનું ભેટ અર્પણ કરતા હાલ અમેરિકામાં વસતા પાટણના બાલીસણા ગામના વતની માઈભક્ત.

પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિલો સોનું ભેટ અર્પણ કરતા હાલ અમેરિકામાં વસતા પાટણના બાલીસણા ગામના વતની માઈભક્ત.



અંબાજી: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. ૬૧ ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થયેલ છે. જેમાં ૧૪૦ કિ.લો. ૪૩૫ ગ્રામ સોનાનો ઉપયોગ થયેલ છે. આજે તા.૧૦/૮/૨૦૨૧ના રોજ પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં વસતા શ્રી મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને શ્રી હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિ.લો. સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં મળ્યું છે. તેમ શ્રી શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે. ચાવડાએ જણાવ્યું છે.