સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ દારૂની મસમોટી હેરાફેરી ઝડપાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ દારૂની મસમોટી હેરાફેરી ઝડપાઈ

પાલનપુર તાલુકાના છાપી હાઇવે પરથી એલસીબી પોલીસે દારૂ ભરેલા ટ્રેલરને ઝડપી પાડ્યુ છે. દારૂ ભરેલું આ ટ્રેલર રાજસ્થાનથી બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર થઈ અન્ય જિલ્લાઓમાં જઈ રહ્યું હતું. પોલીસને ખાનગી રાહે બાતમી મળતા જ આ ટ્રેલરને છાપી પાસે થોભાવી ચેક કરતાં તેમાંથી દારૂની 25940 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને ટ્રેલર સહિત કુલ 38.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે….