સુરતમાં ચૂંટણી પ્રચાર માટે સ્કૂલમાંથી વાલીને આવ્યો કોલ, શિક્ષકે કહ્યું ભાજપને મત આપવાનો છે
રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે સુરતની એક ખાનગી શાળાના શિક્ષકે બાળકોના વાલીઓને ફોન કરી ભાજપને મત આપવા માટેનું કહેતા હોવાનો ઓડિયો વાયરલ થયો છે. સાથે જ શાળાના મત આપવાના પ્રચારથી વાલીઓમાં રોષ ફેલાયો છે. ઓડિયોમાં શિક્ષિકા કહે છે. હું પાયોનિયર સ્કૂલમાંથી બોલું છું. આપણા મેડમને ભાજપની ટિકિટ મળેલ છે. તો ભાજપને મત આપી તેમને વિજયી બનાવવાના છે.”