રાજપીપળા પાલિકા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીની મુદ્દે ભાજપમાં પણ કોંગ્રેસ પાસે મુરતિયાઓની અછત.
રાજપીપળા પાલિકા વોર્ડ 5 ભાજપ કોંગ્રેસ માટે માથાનો દુખાવો કોંગ્રેસે એક નિરીક્ષકને સ્પેશિયલી વોર્ડમાં ઘરે-ઘરે સર્વે માટે મોકલ્યા.
લગભગ આ વખતે ગટરના ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો માંથી મોટેભાગના કોર્પોરેટરો નું પત્તું કપાશે .
રાજપીપળા, તા.11
રાજપીપળા પાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે.અત્યાર સુધી રાજકીય પક્ષો કરતા અપક્ષ ઉમેદવારોની વધુ ફોર્મ ભરાયા છે. એમાં પણ ખાસ કરીને જન હિત રક્ષક પેનલમાં મોટાભાગના ઉમેદવારોએ પોતાનાં ફોર્મ ભરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે જેની સામે ભાજપ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં મૂંઝવણમાં મુકાયા છે
રાજપીપળા પાલિકા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપમાં ધમસાણ સર્જાયું છે તો બીજી બાજુ કોંગ્રેસ પાસે મુરતિયાઓની અછત સર્જાઈ છે ગત વખતની ભાજપ શાસિત નગરપાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે આમ જનતામાં પણ ભારે રોષ ફેલાયો છે.એ જોતા આ વખતે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યું છે .લગભગ આ વખતે ગત ટર્મમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો માંથી મોટેભાગના કોર્પોરેટરોનું પત્તુ કપાસે તેવા પણ એંધાણ વર્તાઇ રહ્યા છે. રાજપીપળા પાલિકા વોર્ડ નંબર 5 કોંગ્રેસ અને ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થયો છે.વોર્ડ નંબર 5 માં મુસ્લિમ માતો સૌથી વધુ હોવાથી એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો નો વોર્ડ નંબર 5 માં રાફડો ફાટયો છે. બીજી બાજુ એ જ વોર્ડ માં આજની ઉમેદવારો ઉતારવાની કોંગ્રેસની રણનીતિ સામે સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે રાજપીપળા પાલિકા પાસે કોંગ્રેસ માટે માથાનો દુખાવો સાબિત થતાં પ્રદેશમાંથી એક નિરીક્ષકે ઘરે ઘરે જઈને એ વિસ્તારનો સર્વે કરવાનો વારો આવ્યો હતો ,જે રાજપીપળા પાલિકા ચૂંટણી ના ઈતિહાસમાં પ્રથમ ઘટના કહી શકાય.
તો બીજી બાજુ વોર્ડ 5 માં ભાજપ પણ ઉમેદવારોનો ફાઇનલ કરવામાં દ્વિધામાં મુકાયા છે. મુસ્લિમ મતો વધુ હોવાથી એક મુસ્લિમ ઉમેદવાર પણ ભાજપ મૂકે એવી કાર્યકરોની માંગએ વોર્ડ પાંચમા મુસ્લિમ પછી સૌથી વધુ વસ્તી આદિવાસીઓની છે.એ જોતા ભાજપે વોર્ડમાં આદિવાસી ઉમેદવારને ઉતારે એવા એંધાણ સામે પણ રોષ ફાટી નીકળ્યો છે.રાજપીપળા પાલિકા વોર્ડ 5 મા સામાન્ય પુરુષ,આદિવાસી પુરુષ કે મહિલા અનામત અને સામાન્ય સ્ત્રી અનામતની બેઠકો છે.ત્યારે ભાજપ રોસ્ટર મુજબ જ પોતાના ઉમેદવારો જાહેર કરે એવી માંગ ઉઠી છે.
રાજપીપળા પાલિકા ચૂંટણી માટે ભાજપ પાસે મુરતિયાઓ નું લાંબુ લિસ્ટ છે. ત્યારે ભાજપના ઉમેદવારો જાહેર કરશે અને જે પણ આપશે એ ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરવાની પણ તૈયારીઓ કરી દીધી છે.જે ભાજપ માટે ચૂંટણી માનવનું સાબિત થશે એ નક્કી છે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા