રાજસ્થાન ના ડુંગરપુર જિલ્લા ના બિછી વાળા પોલીસ મથક માં ગુજરાત ના બે વ્યક્તિ આજે ચાર કરોડ ની રકમ સાથે ઝડપાયા છે .

અરવલ્લી


રાજસ્થાન ના ડુંગરપુર જિલ્લા ના બિછી વાળા પોલીસ મથક માં ગુજરાત ના બે વ્યક્તિ આજે ચાર કરોડ ની રકમ સાથે ઝડપાયા છે .

ગુજરાત ના રતપુર બોડર પર તપાસ દરમિયાન બે વ્યક્તિ પકડયા છે જેમની પાસે 4 કરોડ રૂપિયા ની જંગી રકમ કાર ની અંદર થી ખુફિયા ખાના માંથી મળી આવ્યા છે . જે દિલ્હી થી અમદાવાદ લઈ જવા માં આવતા હતા જેમાં 4 કરોડ 49 લાખ 99 હજાર500 રૂપિયા ખુફિયા કાર ના ખાના માંથી મળ્યા છે .જેમાં એક વ્યક્તિ પાટણ જિલ્લા ના બાલીસણા ગામ ના રણજિત રાજપૂત અને ઊંઝા ના નીતિન પટેલ હોવા નુ બહાર આવ્યું છે .. જે રકમ અમદાવાદમાં ખાતર ના વેપારી કમલેશ ને સુપરત કરવા માં આવનાર હોવા નું તપાસ માં બહાર આવ્યું છે .. જે જોતા આ બનાવ ના પગલે હવે રાજસ્થન પોલીસ ઊંઝા અને બાલીસણા માં ધામાં નાખશે તેવા એધાણ છે જ્યારે આ મામલો ઇ.ડી ને પણ જાણ કરશે તેમ બીચિવાળા ના પોલીસ અધિકરી રિજવાન ખાને જણાવ્યું છે ..

https://youtu.be/5n7EsLtHHsE