ધોરાજી પોલીસ હેડ કોન્સ્ટેબલના પુત્ર બન્યા ડોક્ટર.

ધોરાજી પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવજીભાઈ હાપલીયાના પુત્ર ગૌરવ હાપલીયાએ ચીનની જીયામુસી યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસનો અભ્યાસ કર્યા બાદ હાલમાં તેઓ ડોક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે ત્યારે ધોરાજીના સમગ્ર પોલીસ સ્ટાફે ધોરાજી પોલીસ હેડ કોન્સ્ટેબલ રવજીભાઈ હાપલીયાના પુત્ર ડો. ગૌરવ હાપલીયાને શુભેચ્છાઓ પાઠવી હતી.

(તસવીર :- રશમીનભાઈ ગાંધી, ધોરાજી)