ગુવાર આશ્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદીની ઉપસ્થિતિ.
આશ્રમ સાથે અને ગુરુદેવ સાથે વર્ષો જૂનો નાતો.
અનેકવાર આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે, કોઈ રાજકીય વાતચીત નહીં.
ચાર કલાકના રોકાણ બાદ અમદાવાદ પરત ફર્યા.
રાજપીપળા,તા.6
ગુવાર આશ્રમ ખાતે શ્રી સ્વામી રામાનંદ આશ્રમ ખાતે પરમ પૂજ્ય જગદગુરુ શ્રી સ્વામી રામાનંદ આચાર્યજીની 721 મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદીની ઉપસ્થિતિ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમની સાથે નર્મદાના અધિક કલેકટર એસ.કે વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ ગણાતા ભાઈ પંકજ મોદી ખાસ આ ધાર્મિક કાર્યક્રમમાં અમદાવાદ થી પધાર્યા હતા. સ્વામી રામાનંદજી તેમના ગુરુદેવ હોવાથી અને તેમના પ્રત્યે તેમના અપાર શ્રદ્ધા અને ભક્તિ હોવાથી દર વર્ષે તેઓ અહીં યોજાતા ધાર્મિક કાર્યક્રમમાં જોડાઇ છે. અગાઉ પણ અહીં ઘણી વાર આવીને રોકાયા છે.સ્વામીજીની જન્મ જયંતી ની ઉજવણી પ્રસંગે તેઓ ચાર કલાક કાર્યક્રમમાં રોકાયા હતા.આશ્રમ અને ગુરુદેવ સાથે વર્ષો જૂનો નાતો છે.અનેકવાર આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે.તેમને કોઈ રાજકીય વાતચીત કે ચર્ચા કરી ન હતી ચાર કલાકના રોકાણમાં બાદ અમદાવાદ પરત ફર્યા હતા.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા