રાજકોટ બાદ એનસીપી નેતા રેશમા પટેલ જામનગરમાં. જાહેર કર્યા NCP ઉમ્મદવારો અને રાજકોટ ઘટના અંગે આપી પ્રતિક્રિયાઓ

રાજકોટ બાદ એનસીપી નેતા રેશમા પટેલ જામનગરમાં. જાહેર કર્યા NCP ઉમ્મદવારો અને રાજકોટ ઘટના અંગે આપી પ્રતિક્રિયાઓ

જામનગર: જામનગર મનપા ચૂંટણી માટે એનસીપી પાર્ટી દ્વારા ઉમ્મદવારોના નામ જાહેર કર્યા છે. એનસીપી નેતા રેશમા પટેલ દ્વારા જામનગરની લેવાઈ મુલાકાત. રાજકોટ ઘટના અંગે આપી પ્રતિક્રિયાઓ આપી હતી.

મનપા ની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે જામનગર મનપા માટે એનસીપી દ્વારા જિલ્લામાં 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને આગળ પૂર્ણ રૂપરેખા આપવામાં આવશે તેવું નેતા રેશમા પટેલ દ્વારા જામનગર એનસીપી કાર્યાલયની મુલાકાત દરમ્યાન જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત એનસીપી પાર્ટી દ્વારા જામનગરની જનતા માટે કરવામાં આવનાર કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો. રાજકોટ ખાતે બનેલ બનાવને તેઓ દ્વારા અશોભનીય ગણાવવામાં આવ્યો હતો. અધિકારીની ઓફીસ માં તેમના સાથે ગાળાગાળી તેમજ અભદ્ર વર્તન તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પ્રાંત અધિકારીની કાર્યશેલી ને એકતરફી ગણાવતા સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટના અંગે તેઓ દ્વારા ઇલેક્શન કમિશનમાં પણ જાણ કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. એનસીપી ના ઉમેદવારો ડોર ટુ ડોર જઈ પ્રજા ને મળશે અને શહેરના ઉપયોગી એવા રોડ રસ્તા અને પાણીની સમસ્યાઓ માટે ખાસ ધ્યાન આપશે તેવું રેશમા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.