રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ અને વોર્ડ નાગરિકો વચ્ચે ચકમક:
હવે મત લેવા આવો તો ખરા-
પ્રજાજનો નો આક્રોશ.
અનિયમિત પાણી મળતું હોવાના મુદ્દે રહીશોનો રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખના ઘરે હલ્લાબોલ
,મહિલા પૂર્વ
પ્રમુખલોકો પર ગુસ્સે ભરાયા
ચૂંટણી ટાણે મને બદનામ કરવા જ લોકો નુંગેર વર્તન રાજપીપળા પાલિકાપૂર્વપ્રમુખ જીગીશાબેન ભટ્ટ
રાજપીપલા, ૨૭ રાજપીપળા પાલિકાની ચુંટણી આગામી 28/2/2020 ના રોજ યોજાવાની છેત્યારે એક બાજુ ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ રાજપીપળા
નગરપાલિકા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ની સેન્સ લેવા શરુ કર્યું છે ત્યારે બીજી બાજુ ગણતંત્ર દિવસના રોજ રાજપીપળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ જીગીશાબેન
ભટ્ટના ઘરે અનિયમિત પાણી આવતું હોવાની ફરિયાદ સાથે નાગરિકો પહોચ્યા હતા. દરમિયાન બન્ને વચ્ચે ભારે ચકમક જામી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં
વાયરલ થયો છે.
રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા બેન ભટ્ટે આ મામલે જણાવ્યું હતું કે અનિયમિત પાણી પુરવઠા બાબતે મેં પોતે પાલિકા CO, નર્મદા કલેકટર, ભરૂચ સાંસદ મનસુખ
વસાવાને રજુઆત કરી જ છે, એવી અમારા વિસ્તારના લોકોને ખબર જ છે અને એનું નિરાકરણ પણ આવી જશો.રાજપીપળા પાલિકામાં વહિવટીદારનું શાસન છે, જો
મારા વોર્ડના લોકોએ શાંતિથી રજુઆત કરી હોત તો એમની સાથે રાજપીપળા પાલિકામાં જઈ રજુઆત કરવામાં મને કોઈ જ વાંધો ન હતો.પણ એમણે હલકી પ્રસિદ્ધિ
મેળવવા અને મને બદનામ કરવા જ ગમે તેમ વર્તન કર્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકારણમાં આવ્યા હોય તો ચૂંટાયેલા સભ્યોએ પ્રજાના વિરોધનો કડવો ઘૂંટ તો પીવો જ પડે.કારણ કે બીજી વાર એ જ પ્રજા એમનું ભવિષ્ય
નક્કી કરતી ણેય છે.એક વાર પ્રજા સાથે કોઈ પણ પક્ષનો ચૂંટાયેલા સભ્ય અણછાજતુ વર્તન કરે તો એની મતદારોમાં ઘણી ખરાબ અસર પડે છે.ત્યારે રાજપીપળા
પાલિકા પ્રમુખ અને એમના જ વૉર્ડના રહીશો વચ્ચે બનેલી આ ઘટના આવનારી પાલિકા ચુંટણીમાં મતદાન સમયે શું અસર જરૂર કરશે.તે જોવું રહ્યું
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા