જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 05 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 908એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 867 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 67 દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1842 થઇ
આજની સ્થિતિએ કોવીદ કેર મા 09 દરદીઓ, હોમ આઇસોલેશનમા 09 દરદીઓ, ભરૂચ ખાતે 01 અને વડોદરા ખાતે 09 દરદીઓ સહિત કુલ-૨૩ દરદીઓ સારવાર હેઠળ
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે 39541 વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ:
રાજપીપલા,તા 5
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.05 થી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 05 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 908, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 867 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 67 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1842 નોંધાવા પામી છે.
કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૮૯૫ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૧૮૧૧ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, કોવીદ મા 09 અનેહોમ આઇસોલેશનમા 09 દરદીઓ ઉપરાંત, ભરૂચ ખાતે 08 અને વડોદરા ખાતે 08 દરદીઓ સહિત કુલ-૨૩ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં 09 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 203 સહિત કુલ-212 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.05 થી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-39541 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 13 દરદીઓ, તાવના 09 દરદીઓ, ઝાડાના 12 દરદીઓ સહિત કુલ-34 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1000161 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 903297 લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર:જ્યોતિ જગતાપ, રાજપીપળા