જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઈસમો સામે ફરિયાદ.

ગરૂડેશ્વર તાલુકાના અંકતેશ્વર ત્રણ રસ્તા પાસે લગ્ન પ્રસંગમાં મારામારીની અદાવતે લોખંડનું વડે હુમલો.
જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઈસમો સામે ફરિયાદ.
રાજપીપળા,તા. 5
ગરૂડેશ્વર તાલુકાના અંકતેશ્વર ત્રણ રસ્તા પાસે લગ્ન પ્રસંગમાં મારામારીની અદાવતે લોખંડના કળા વડે જીવલેણ હુમલો કરતાં એકને ગંભીર ઇજા થવા પામી હતી.અને જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઈસમો સામે ગરૂડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં ફરિયાદી રાજુલભાઈ સુમનભાઈ તડવી (મૂળ રહે,કાટકોઇ હાલ રહે અંકતેશ્વર) બસ સ્ટેન્ડ પાસે એ આરોપી પ્રતાપભાઈ ગોપાલભાઈ તડવી, રાજુભાઈ તડવી બંને (રહે,ગરુડેશ્વર બજાર )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી રાહૂલભાઈ તથા આરોપીઓ ગરુડેશ્વર બજારમાં રહેતા શ્રવણભાઈ ના લગ્ન માં રાત્રે બેન્ડ વાગતું હતું.તેમાં જેમાં નાચતા હતા,તે વખતે પ્રતાપભાઈ, રાજુભાઈએ રાહુલભાઈ ને બે ત્રણ તમાચા મારી દીધેલ અને પબ્લિકના માણસો વચ્ચે પડતાં છુટા પાડેલ અને તેઓ તેઓ આંકતેશ્વેર રાજા શો રૂમ પર બેઠા હતા.તે વખતે બજાજ પલ્સર મોટર સાયકલ ઉપર બેસી આવી પ્રતાપભાઈ, રાહુલભાઈ ને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આરોપી રાજુભાઈ એ પોતાના હાથમાં પહેરેલી લોખંડનું કંડુ માથાના ભાગે મારી દીધેલ અને બંને ઈસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા